જૂનાગઢ જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ.ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ સતત પાંચમી વખત રકતદાન કેમ્પનું આયોજન કરવા બદલ થેલેસેમીયાગ્રસ્ત બાળકોના માતા-પિતાએ આર.એસ.ઉપાધ્યાયનો આભાર વ્યકત કર્યો હતો. જિલ્લા શિક્ષણ પરિવાર દ્વારા આર.એસ.ઉપાધ્યાયની ઉપસ્થિતિમાં તેમના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રથમ કેમ્પ ભેંસાણ ખાતે યોજાયો હતો જેમાં પપ બોટલ, કેશોદમાં ૬પ બોટલ, જૂનાગઢમાં રપ૭ બોટલ, માંગરોળના મુરલીધરવાડી ખાતે યોજાયેલ પાંચમા બ્લડ ડોનેશન કેમ્પમાં ૩૦૦ જેટલા શિક્ષકો, વાલીઓ, સમાજના આગેવાનો, ભાઈઓ, બહેનોએ રેકોર્ડબ્રેક રકતદાન કર્યું હતું. આ કેમ્પ દરમ્યાન વેબીનારમાં જાેડાઈ શિક્ષણ સચિવ વિનોદ રાવ સહિતના અધિકારીઓએ આર.એસ.ઉપાધ્યાય અને શિક્ષણ પરિવારને અભિનંદન આપ્યા હતા. કેમ્પ સંપન્ન થયા બાદ થેલેસેમીયાગ્રસ્ત બાળકોના માતા-પિતાએ આર.એસ.ઉપાધ્યાયને પાઠવેલ આભારપત્રમાં જણાવ્યું હતું કે, ‘આર.એસ. ઉપાધ્યાયની પ્રેરણાથી શિક્ષણ વિભાગ, જૂનાગઢ દ્વારા કોરોનાના કપરા કાળમાં રકતદાનનો સતત પાંચમો કેમ્પ યોજવામાં આવ્યો હતો જેનો લાભ રકતની આકસ્મિક જરૂરીયાતવાળા તેમજ જે બાળકો થેલેસેમીયાગ્રસ્ત છે, જેમને ૧પ-ર૦ દિવસે લોહી ચઢાવવું પડે છે એ બાળકો માટે રકતદાન કેમ્પ વરદાનરૂપ સાબિત થયેલ છે.’
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews