ઓખામંડળના બેટ દ્વારકા ખાતે ગત સાંજે કોઈ કારણોસર પતિ દ્વારા પોતાની પત્નીની ર્નિમમ હત્યા કરી અને લાશને દાટી દીધાનો જધન્ય બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ હત્યા નિપજાવી આરોપી પતિ ફરાર થઈ જતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. આ ચકચારી બનાવની પોલિસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળના બેટ દ્વારકા ખાતે રહેતા અને અગાઉ માછીમારીનો વ્યવસાય કરતા સાલેમામદ સિદ્દિકભાઈ ચમડીયા નામના આશરે ૪૮ વર્ષના ભાડેલા મુસ્લિમ શખ્સને અગાઉ તેના પત્ની હવાબેન સાથે બોલાચાલી થઈ હતી. બેટ દ્વારકામાં રહેતા આ દંપતીની નજીક જ હવાબેનના ભાઈ તથા ભાભી રહેતા હતા. દરમ્યાન ગઈકાલે મંગળવારે સાંજે હવાબેનના ભાઈ તથા ભાભી તેમને મળવા માટે તેમના ઘરે જતા હવાબેન તેમને મળ્યા ન હતા. આ વચ્ચે તેઓને શંકા જતા હવાબેનના પરિવારજનો તેમના ઘરમાં આવતા આ મકાનની લાદી ઉખડેલી તથા એક ખૂણાના ભાગે કરવામાં આવેલું ખોદકામ નજરે ચડયું હતું. આ દરમ્યાન હવાબેનનો પતિ સાલેમામદ ચમડીયા આ સ્થળેથી નજર ચૂકવીને નાશી છૂટયો હતો. પાછળથી આ ખોદકામના સ્થળેથી માટી વિગેરે હટાવીને જાેતા તેમાંથી હવાબેનની લાશ નજરે ચડી હતી. અને તેણીનો પતિ આ સ્થળેથી ફરાર થઇ ગયો હતો. આ સમગ્ર બનાવ અંગે ઓખા મરીન પોલીસને જાણ કરાતા સ્થાનિક પી.એસ.આઇ. આર.એમ. મુધવા તથા રાયટર મજીદભાઈ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને મૃતદેહને બહાર કાઢી, પીએમ અર્થે દ્વારકાની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. વધુમાં જાણવા મળતી વિગત મુજબ આ દંપતીને બે પુત્રો તથા એક પુત્રી છે. બંને પુત્રો અલગ રહે છે અને પુત્રીની સગાઈ થવાથી એક પ્રસંગ હોવાને કારણે તેણી મીઠાપુર ખાતે તેણીના સાસરે ગઈ હતી. બાદમાં બપોરના સમયે કોઈ કારણસર આરોપી સાલેમામદ દ્વારા પોતાના પત્ની હવાબેનની ર્નિમમ હત્યા કરી, પુરાવાનો નાશ કરવાના ઈરાદે લાશને ઘરમાં જ દાટી દાઈ, અને તે નાસી છૂટયો હતો. આ સમગ્ર બનાવ અંગે મૃતક હવાબેનના ભાઈ ઈસ્માઈલભાઈ સાલેમામદ મલેકની ફરિયાદ ઉપરથી ઓખા મરીન પોલીસે આરોપી પતિ સામે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews