જામનગરની જી.જી.કોવિડ હોસ્પીટલમાં કોરોનાનાં દર્દીઓને ટોસાલીઝીમના ૪૦૦ ઈંજેકશનો અપાયા

જામનગરમાં કોરોનાનું સંક્રમણ વધુ હતું ત્યારે જી.જી. કોવિડ હોસ્પિટલમાં દરરોજની ૯૦૦ થી પણ વધુ પીપીઇ કીટની જરૂર પડતી હતી. સંક્રમણ ઘટયુ હોવાથી હાલમાં રોજ ૪૦૦ જેટલી પીપીઇ કીટનો વપરાશ થઇ રહયો છે. સ્ટોરમાંથી આ કીટ મંગાવવી, તે વેડફાય નહી એમ નિયંત્રણ રાખવુ, કોવિડ હોસ્પિટલના વોર્ડમાં પ્રવેશતા દરેકને તેની ફાળવણી કરવી તથા વપરાયેલી કીટનો ચેપ ફેલાય નહી એ રીતે નિયમાનુસાર નિકાલ કરવા જેવી બારીક કામગીરી કોવિડ હોસ્પિટલના આરએમઓ ડો. અલ્પેશ અગ્રાવત (નિવૃત મેજર)ની દેખરેખ હેઠળ સુપેરે થાય છે. આ કીટ ઉપરાંત સર્જીકલ ત્રીપલ લેયર માસ્ક, એન-૯૫ માસ્ક, કેપ, શુ કવર, પ્રોટેકટીવ ગોગલ્સ, ફેઇસ શિલ્ડ વગરેનું વિતરણ પણ ડો. અગ્રાવતના વડપણ હેઠળ થાય છે. આ તમામ વસ્તુઓનો રોજનો વપરાશ પણ જરૂરિયાત મુજબ વધતો કે ઘટતો રહે છે. કોરોનાના દર્દીઓને ટોસાલીઝમનું ઇંજેકશન આપવામાં આવે છે. આવા એક ઇંજેકશનની કિંમત જ રૂા.૪૦ હજાર જેટલી હોય છે. કોવિડ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં દર્દીઓ માટે અંદાજે ૪૦૦ જેટલા ઇંજેકશનોનો ઉપયોગ કરી ચૂકયા છીએ. ૯૦૦ થી ૧૪૦૦ જેટલા માસ્ક અને ફેશ શિલ્ડનો પણ દરરોજ ઉપયોગ થાય છે. તેમ કોવિડ હોસ્પિટલના કોવિડ ઇન્ચાર્જ આરએમઓ ડો. અલ્પેશ અગ્રાવતે જણાવ્યું હતું. જી.જી. કોવિડ હોસ્પિટલમાં મેડિકલ સ્ટોર(કિંમતી જીવનરક્ષક દવાઓ તથા સર્જીકલ વસ્તુઓ ૨૪ કલાક ઉપલબ્ધ કરાવવી), સપ્લાય વિભાગ (વહિવટી વસ્તુઓ તથા સારવાર સિવાય અન્ય કામોમાં વપરાતી વસ્તુઓ, ઉપલબ્ધ કરાવવી), સિકયુરીટી(સમગ્ર કોવિડ હોસ્પિટલની સલામતી, દાખલ થયેલા દર્દીઓ તથા સ્ટાફને આગથી બચાવવાના આપત્તિ વ્યવસ્થાપન કરવાની કામગીરી, દર્દીઓને સહાય તથા માર્ગદર્શન ૨૪ કલાક ઉપલબ્ધ કરાવવી, હેલ્પ ડેસ્ક(દર્દીઓની સારવાર-રિકવરી સંબંધી માહિતી આપવી-દર્દીને સગાઓ સાથે વિડિયો કોલથી વાત કરાવવી- અન્ય પ્રશ્નોના નિકાલ કરવા), ડિસ્ચાર્જ કાઉન્ટર( દર્દીને રજા આપતી વખતે કીટનું વિતરણ કરાવવું), પેશન્ટ એટેન્ડેન્ટ( પરિવારથી દૂર આવા દર્દીઓને દ્યરના સભ્યની જેમ કાળજી તથા સંભાળ આપવા માટે ૨૪ કલાક કાર્યરત એવા દર્દી સહાયકોનું નિયંત્રણ) તથા અન્ય તમામ રોજીંદી, ટેકનોલોજીકલ અને આકસ્મિક બાબતો ડો.અગ્રાવત તથા તેમની સાથે ડો.ધવલ તલસાણિયા અને ડો.જન્મેજયસિંહ જાડેજા સુપેરે બજાવે છે. ડો.અગ્રાવત કહે છે કે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલ, કલેકટર રવિશંકરના વગેરેના સહયોગ અને સહકારથી જી.જી.કોવિડ હોસ્પિટલને તમામ પ્રકારના સાધનો અને સુવિધાઓ પ્રાપ્ત થઇ છે જેથી હવે ભવિષ્યમાં પણ કોઇ કોવિડ જેવી મહામારી આવશે તો હોસ્પિટલ તેનો સામનો કરવા માટે પૂરતી સજજ છે.
કોરોનાના દર્દી પાસે પરિવારના સભ્યોને રાખવામાં આવતા નથી જેથી ઘર પરિવાર છોડીને દર્દી અહીં એકલતા અનુભવતા હોય છે. તેમની દેખરેખ-સાર સંભાળ માટે કોવિડ હોસ્પિટલમાં ૩૨૯ એટેન્ડન્ટ કામ અપાયુ હતું જેઓ દર્દીની પરિવારના સભ્યોની જેમ સેવા કરી રહયા છે. આમ કોરોનાના સમયમાં દર્દીઓ માટે આરોગ્ય વિભાગે મંજૂરી આપતાં કોવિડ હોસ્પિટલમાં ૩૨૯ એટેન્ડન્ટને રોજગારી પ્રાપ્ત થઇ હતી. દર્દીઓને ત્રણ સમય ભોજન અપાય જ છે પરંતુ વહેલી સવારની ડયુટીમાં આવતા સ્ટાફને પણ ડયુટી ફેસીલીટીના ભાગરૂપે નાસ્તો અપાય છે જેમાં પૌષ્ટિક મિકસ કઠોળ, ઇડલી, પૌવા, થેપલા-સુકીભાજી, અમૂલ છાસ,જયુસ વગેરેનો સમાવેશ થાય છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!