માણાવદર તાલુકાનાં સણોસરા, પીપલાણા સહિતનાં ગામોમાં ૧૬ જેટલી ચોરી કરનારા ચાર આરોપીને ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધા

0

માણાવદર તાલુકાનાં સણોસરા તથા પીપલાણા ગામે વાડી વિસ્તારમાં થયેલી ચોરી કરનાર ઘાંટવડનાં ચાર શખ્સોને જૂનાગઢ ક્રાઈમ બ્રાંચ દ્વારા ઝડપી લઈ તેની ઉલટ તપાસ કરતાં જીલ્લાની બે તથા પંદર ચોરીની કબુલાત થઈ હતી. સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂા.૧,રર,૭ર૦નો મુદામાલ જપ્ત કરેલ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢ ઝાંઝરડા બાયપાસ ચોકડી પાસે આવેલા ગ્રાઉન્ડમાં ચાર શખ્સો ઉભા હોય તેવી માહિતી મળતાં જ એલસીબીની ટીમે તપાસ કરતાં આ શખ્સો મળી આવ્યા હતાં. તેમની પુછપરછ બાદ ક્રાઈમ બ્રાંચ ખાતે લાવી વધુ ઉલટ તપાસ લેતા ચોરીનાં ગુનાઓનાં ભેદ ખુલવા પામ્યા હતાં.
૧૬ જગ્યાએ ચોરી કરનાર ઘાંટવડ ગામના ૪ શખ્સને જૂનાગઢ એલસીબીએ દબોચી લીધા છે. પોલીસે તેમની પાસેથી સોના, ચાંદીના દાગીના સહિત કુલ ૧,રર,૭ર૦નો મુદામાલ કબ્જે કર્યો છે. જીલ્લામાં ચોરીની ઘટના અટકાવવા અને તેમાં સંડોવાયેલા તસ્કરોને શોધી કાઢવા રેન્જ ડીઆઈજી મનિન્દર પ્રતાપસિંહ પવાર અને એસપી રવિતેજા વાસમશેટીની સૂચનાથી એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ એચ.આઈ.ભાટી અને ટીમે ખાસ પેટ્રોલીંગ હાથ ધર્યુ હતું. દરમ્યાન બાતમી મળી કે, જૂનાગઢનાં ઝાંઝરડા ચોકડી ઉપર કોડીનાર તાલુકાના ઘાંટવડ ગામના ૪ શખ્સો ઉભા છે જે માણાવદર તાલુકાના સણોસરા ગામે થયેલી ચોરીમાં સંડોવાયેલા છે. બાદમાં ત્યાં જઈ આતિષ ઉર્ફે વિશાલ બહાદુરભાઈ રાઠોડ, રાહુલ બહાદુરભાઈ રાઠોડ, કિશનસિંહ નવલસિંહ રાઠોડ અને જેસીંગભાઈ દિલીપભાઈ ચૌહાણને ઝડપી લીધા હતા. તપાસ દરમ્યાન આ ટોળકીએ ૧૬ જગ્યાએ ચોરી કર્યાની કબુલાત આપી હતી.
આ કામગીરીમાં ક્રાઈમ બ્રાંચના ઈન્ચાર્જ પીઆઈ એચ.આઈ.ભાટી તથા પીએસઆઈ ડી.જી.બડવા તથા પીએસઆઈ ડી.એમ.જલુ તથા પો.હે.કો. વી.એન.બડવા, વી.કે.ચાવડા, જીતેષ એચ. મારૂ, નિકુલ એમ પટેલ તથા પો.કો. સાહીલ સમા, ભરતભાઈ સોલંકી, જયદિપભાઈ કનેરીયા, કરશનભાઈ કરમટા, ડાયાભાઈ કરમટા, દિનેશભાઈ કરંગીયા, દેવશીભાઈ નંદાણીયા, ભરતભાઈ સોનારા, ભરતભાઈ ઓડેદરા વિગેરે પોલીસ સ્ટાફે સાથે રહી આ કામગીરી કરેલ
છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!