ગુજરાતમાં દારૂબંધીના કાયદાઓ અને કડક સજાની જાેગવાઈ પછી પણ છેક છેવાડે આવેલા સરહદી જિલ્લા કચ્છ સુધી ચેકપોસ્ટને પાર કરી દારૂ જંગી જથ્થામાં ઘુસાડવામાં આવે છે. કચ્છ બોર્ડર રેંજની આરઆર સેલની ટીમ દ્વારા સામખિયાળી હાઇવે ઉપર બાતમીને આધારે ટ્રક નંબર જીજે-૧૪-ડબલ્યુ-૩૩૯૭ને રોકવાની કોશિશ કરી હતી. પણ, ટ્રક નાસી છૂટતાં સામખિયાળી પોલીસને જાણ કરી આગળ નાકાબંધી કરી ટ્રક સાથે દારૂનો જથ્થો ઝડપી પડાયો હતો. પોલીસે તાલપત્રી બાંધેલી આ ટ્રકમાંથી પ્લાસ્ટિક બોરીઓની નીચે મેકડોવેલસ અને રોયલ ચેલેન્જ ક્લાસિક પ્રીમિયમની ૭૫૦ એમ.એલ.ની ૧૦,૬૬૮ બોટલ દારૂ કિંમત ૪૪ લાખ ૩૫ હજાર ૫૦૦નો જપ્ત કર્યો હતો. પોલીસે રાજસ્થાનના બાડમેરના ટ્રક ચાલક જશરાજ પાબડા જાટની ધરપકડ કરી વધુ પૂછપરછ કરતાં આ દારૂ મધ્યપ્રદેશથી ગુજરાત થઈને સામખિયાળી પહોંચાડવાનો હતો. ટ્રક નંબર અને માલની રસીદ પણ બોગસ બનાવાઈ હતી. પોલીસે માલ મોકલનાર અને મંગાવનારની તપાસ હાથ ધરી છે. આ કાર્યવાહી આરઆર સેલના પીઆઈ બી.એમ. સુથાર, પીએસઆઈ જે.એમ. જાડેજા અને ટીમ તેમજ સામખિયાળી પોલીસે પાર પાડી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews