વેરાવળ-સોમનાથમાં જુદા-જુદા સ્થળોએ મુકાયેલા એસટી પીક-અપ સ્ટેન્ડો કાર્યરત કરાયા

0

યાત્રાધામ વેરાવળ-સોમનાથ શહેર અને પંથકમાં જુદા-જુદા સ્થળોએ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી એસ.ટી. પીક-અપ સ્ટેન્ડ બનાવવામાં આવેલ છે. જેને લોકોની સુવિધા માટે આગેવાનો દ્વારા લોકાર્પણ કરવામાં આવેલ છે. વેરાવળ શહેર તથા તાલુકામાં જુદા-જુદા સ્થળોએ મુખ્ય માર્ગોની બાજુમાં એસ.ટી. પીક-અપ સ્ટેન્ડો બનાવવામાં આવેલ છે. જેમાં સાંઇબાબા મંદિર, રેયોનના ગેટ પાસે, પાટણ દરવાજાની બાજુમાં, તાલાળા નાકા પાસે, સોમનાથ ચોકડી પાસે, સોમનાથ લીલાવંતી ભવન પાસે તેમજ આસપાસના ગામોમાં છાત્રોડા, ચાંડુવાવ, કીંદરવા, સુપાસી, ઇણાંજ, મોરાજ, સવની, સોનારીયા, બીજ, મેઘપૂર, બોળાસ, રામપરા, ડાભોર તથા ઇણાંજ કલેક્ટર કચેરી સામે મળી ગ્રામ્ય વિસ્તારના લોકોને ઉપયોગી થાય તેવા સ્થળોએ એસ.ટી. પિકઅપ સ્ટેન્ડો બનાવી મુકવામાં આવેલ છે. આ સ્ટેેન્ડોનું તાજેતરમાં ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા, અશોકભાઈ ગદા સહિત સંતો-મહંતો અને કોંગી આગેવાનોની હાજરીમાં લોકાર્પણ કરવામાં આવેલ હતુ. આ તકે ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાએ જણાવેલ કે, એસ.ટી. પીક-અપ સ્ટેન્ડો શહેરી તથા ગ્રામ્ય વિસ્તારના લોકોને શીતળ છાયડો સાથે બસની રાહ જાેવા માટે રાહ આપનારૂ બની રહેશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!