ગીર-સોમનાથ જીલ્લામાં તાજેતરમાં ૧૭/૧૨/૨૦૨૦ થી ૨૨/૧૨/૨૦૨૦ દરમ્યાન યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ-ગાંધીનગર અને જિલ્લા વિકાસ અધિકારીના માધ્યમથી જિલ્લા કક્ષાની સાંસ્કૃતિક સંગીત વર્ચ્યુઅલ સ્પર્ધા અંતર્ગત લોકગીત, ભજન, સુગમ સંગીત અને લગ્નગીત તથા વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. જેમા ભારતીય શાસ્ત્રીય સંગીત સંસ્થાન ઉના કલાગુરૂ કમલેશ મહેતાના વિદ્યાર્થીની કુ.નૈષર્ગી ખંજનભાઈ વોરા(૬ થી ૧૪ વર્ષ જૂથમાં) પ્રથમ તથા કુ.પ્રભા શિંગડ (વય જૂથ ૨૧થી ૫૯ વય જૂથમાં) લગ્નગીત સ્પર્ધા દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે તથા એન.સી.ઈ.આર.ટી તથા સર્વ શિક્ષા વિભાગ દિવ કલા ઉત્સવ ૨૦૨૦ યુ.ટી. દિવ દમણ દાદરા નગર હવેલી યુ.ટી. વર્ચ્યુઅલ રાજ્ય કક્ષાની સ્પર્ધા યોજાઈ હતી. તેની અંદર ભારતીય શાસ્ત્રીય સંગીત સંસ્થાન ઉનાના શાસ્ત્રીય ગાયન વાદનનો અભ્યાસ કરતા વિદ્યાર્થી અભિષેક શાહ શાસ્ત્રીય કંઠ્ય સંગીત સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ પ્રથમ રહ્યા હતા. હવે તેઓ ૧૨ જાન્યુઆરીએ આયોજિત રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે. આમ આ વિદ્યાર્થીઓએ સંગીતગુરૂ કમલેશ મહેતા તેમજ ઉના અને દિવનું ગૌરવ વધાર્યું છે. ત્રણેય વિદ્યાર્થીઓને સંસ્થાન સંગીત ક્લાસીસ ઉના તરફથી માં સરસ્વતીની પ્રતિમા અર્પણ કરી સમ્માનિત કરવામાં આવ્યા હતાં.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews