આગામી ચુંટણીને લઇ સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનની મહિલા કોંગ્રેસની બેઠક-ટ્રેનીંગ યોજાઇ

0

ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ દ્વારા આગામી મહાનગરપાલીકા, જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલીકાની ચુંટણી અંતર્ગત રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનની બેઠક મળી હતી. જેમાં વેરાવળ મહિલા કોંગ્રસના આગેવાનો જાેડાયા હતા. આ બેઠકમાં રાજય મહિલા કોંગ્રેસ પ્રભારી શોભનાબેન શાહ, ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, કો.ઓડિનેટર વિજ્ઞાત્રિબેન પટેલ, રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખ અલ્પનાબેન ખાટરીયા, મનીષાબા વાળા, કલ્પનાબેન જાેષી, ઉષાબેન કુશકીયા સહિતની મહિલા આગેવાનો હાજર રહેલ હતા. બેઠકમાં આગામી ચુંટણીની લઇમાં રણનિતીની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપેલ હતુ. ચુંટણીમાં પક્ષના સંગઠન અને કાર્યકરોની મહત્વની ભૂમિકા અંગે જરૂરી ચર્ચાઓ કરવામાં આવી હતી. જયારે બેઠકના અંતે પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ઋત્વિક જાેષી, રજનીકાન્તભાઈએ જરૂરી માર્ગદર્શન સાથે હાજર મહિલા કાર્યકરોને ટ્રેનીંગ આપી હતી. આ મિટિંગમાં પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ ડો. હેમાંગ વસાવડા, રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર ખાસ ઉપસ્થિત રહી સંગઠનનું મહત્વ સમજાવેલ હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!