ફંગલ ઈન્ફેકશનનાં કેસ અમદાવાદ અને રાજકોટમાં વધારે જાેવા મળી રહ્યા છે અને જીલ્લા આરોગ્ય અધિકારીઓએ આ રોગ અંગે જાગૃત રહેવા લોકોને અપીલ કરી છે. એડવાઇઝરી સાથે જાેડેલી માર્ગદર્શિકામાં અધિકારીઓએ ચેપ થવાની શકયતાને રોકવા માટે વધારે ધૂળ હોય ત્યાં જવાનું ટાળવા, આખું શરીર ઢંકાઈ એવા કપડા અને માસ્ક પહેરવાની સલાહ આપી હતી.
ઈન્ફેકશન વિષે સમજાે :
મ્યુકોર્માયકોસિસ એ ફંગલ ઈન્ફેકશન છે જે મુખ્યત્વે નાકનાં પોલાણનાં ઉપરનાં ભાગમાં થાય છે. તે ધમનીઓ દ્વારા ફેલાતું હોવાથી રકત વાહિનીઓને પણ ચેપ લગાડે છે અને ખૂબ જ ઝડપથી ફેલાઈ શકે છે.
બચવનાં ઉપાયો :
• ઘર બહાર જતી વખતે જૂતા, લાબું પેન્ટ અને લાંબી સ્લીવના જ કપડા પહેરો.
• ધૂળનાં સીધા સંપર્કમાંથી આવતા બચો.
• માટી, શેવાળ અથવા ખાતરને હાથમાં લેતા પહેલા ગ્લોવ્ઝ પહેરો.
• સ્કિનમાં ઈજા પહોંચે તો પહેલા સાબુ અને પાણીથી તેને સાફ કરી લો.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews