કેશોદ અને વંથલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દારૂના કેસના આરોપીને ક્રાઈમ બ્રાંચે હિંમતનગરથી ઝડપી લીધો

0

કેશોદ અને વંથલી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશનનાં ગુનામાં સંડોવાયેલા બગીયાસીંગ મોતાસીંગ શીખ રહે.કલુવાડા જીલ્લો ફિરોઝાબાદવાળાને તાજેતરમાં એલસીબી પોલીસે ઝડપી લઈ તેના વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આપેલી વિગત અનુસાર ચોકકસ બાતમીનાં આધારે મળેલી માહિતી અંતર્ગત બગીયાસીંગ મોતાસીંગ નામનો શખ્સ હાલ હિંમતનગર હોય તે અંગેની માહિતી મળતા જૂનાગઢ એલસીબીની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને સાબરકાંઠા પીઆઈ જે.પી.રાવ દ્વારા આરોપીને ઝડપી લઈ અને તેને ક્રાઈમ બ્રાંચ જૂનાગઢને હવાલે કરવામાં આવેલ છે. આ શખ્સ વિરૂધ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!