એશિયાના સૌથી મોટા ગિરનાર રોપ વે કાર્યરત થતાની સાથે જ પ્રવાસી જનતામાં તેનું ખુબ જ આકર્ષણ રહ્યું છે. દૂરદૂરથી પ્રવાસીઓ ઉડનખટોલાની સફર માટે આવે છે. કાતિલ ઠંડીના દૌર વચ્ચે પણ ડિસેમ્બર માસમાં રોપ વે હાઉસફુલ જ રહે છે. આ દરમ્યાન આજે પાવર સપ્લાય બંધ થતાં થોડો સમય રોપ વે સેવા ખોરવાઈ હતી પરંતુ તત્કાલ પગલા ભરાતાં આ સેવાને શરૂ કરી દેવામાં આવી છે. આ અંગે જાણવા મળતી વિગત અનુસાર ગિરનાર રોપ વે શરૂ થયો છે ત્યારથી પ્રવાસી જનતાનો સતત પ્રવાહ વહેતો રહ્યો છે અને અત્યાર સુધીમાં એક લાખ કરતાં પણ વધારે પ્રવાસીઓએ અંબાજી માતાજીના દર્શન કર્યા છે. એટલું જ નહીં કુદરતી સૌંદર્યનાં ખજાનાને પણ માણ્યો છે. ઉષા બ્રેકો કંપની દ્વારા પ્રવાસી જનતાને પુરતી સુવિધા પ્રાપ્ત થઈ શકે તે માટેના યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ દરમ્યાન આજે સવારે ઈલેકટ્રીક સપ્લાય અચાનક થોડા સમય માટે બંધ થતાં રોપ વેની સેવા ખોરવાઈ હતી. પરંતુ તત્કાલ ઉષા બ્રેકો કંપનીના મેનેજમેન્ટ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરી અને અને પાવર સપ્લાયનું જે વિઘ્ન આવ્યું હતું તે તત્કાલ જનરેટર શરૂ કરી અને પાવર પુરવઠો પુરો પાડતા રોપ વેની સેવા કાર્યરત રહી હતી અને રોપ વેની સફર માટે આવેલા પ્રવાસીઓને માટે ઝડપી વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. ઉષા બ્રેકો કંપનીના જણાવ્યા અનુસાર ગિરનાર રોપ વે આજના દિવસે કાર્યરત જ છે અને પ્રવાસી જનતાને કોઈપણ જાતની અગવડતા ન પડે તે માટેની પુરેપુરી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews