જૂનાગઢમાં મધુરમ બાયપાસ ઉપર માસ્ક મામલે એક પોલીસકર્મી એક રેંકડીવાળાને બળજબરીથી જીપમાં બેસાડી પોલીસ મથકે લાવીને લાકડી વડે બેફામ માર મારતા સિન્ધી યુવાનને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. આ અંગે પોલીસકર્મી સામે ગુન્હો નોંધવાની માંગ સાથે સિન્ધી વેપારીઓએ આવેદનપત્ર આપ્યું હતું. જૂનાગઢના દોલતપરાના વેપારીઓ, આગેવાનો અને રહીશોએ આજે જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જણાવેલ છે કે, ગત તા.૧૭નાં રોજ સાંજે ૬ કલાકે ગીરીશ અને નરેશ નામના બે ભાઈઓ શ્રીનગર સોસાયટી પાસે પોતાની ઈંડાની લારી લઈને ધંધો કરતા હતા, ત્યારે પોલીસ જીપ આવી ચડી હતી તે સમયે નરેશભાઈના મોઢા ઉપર બાંધેલ રૂમાલ નીચે ઉતરી ગયેલ હોવાથી પોલીસકર્મીએ ઉતરીને માસ્ક કેમ નથી પહેર્યો કહેતા બને વચ્ચે બોલાચાલી થયેલ હતી. ત્યારે નરેશભાઈએ દંડ ભરવાની વાત કરતા પોલીસકર્મી બળજબરીથી જીપમાં બેસાડી સી-ડીવીઝન પોલીસ મથકે લઈ ગયેલ હતાં. ત્યાં પોલીસ કોન્સ્ટેબલે લાકડી વડે નરેશભાઈને માર મારીને ૧૮૮ મુજબનો ગુન્હો નોંધાયો હતો. બાદમાં બીજા દિવસે જામીન મુકત થયા બાદ નરેશભાઈને સિવિલ હોસ્પિટલ લઈ જવાતા તેને દાખલ કરાયા હતા. આ અંગે જયાં સુધી સતા ન હોવા છતાં માસ્ક માટે માર મારનાર પોલીસ કર્મી સામે ગુન્હો નોંધવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે, વેપારીઓએ અન્યથા આંદોલન કરવાની ચીમકી આપી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews