લોઢવાની ભારતીય સ્ટેટ બેંકમાં કિશાન દિવસની ઉજવણી કરાઈ

0

સમગ્ર ભારતમાં કિસાન દિવસની ઉજવણી ગઈકાલ તા.ર૩મી ડીસેમ્બરના રોજ કરવામાં આવી હતી. જે અનુસંધાને ભારતીય સ્ટેટ બેંક લોઢવા ખાતે પણ કિસાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે બ્રાન્ચના મેનેજર વિવેક શર્માએ ઉપસ્થિત ખેડુતોનું શાલ ઓઢાડી શ્રીફળ આપીને સન્માન કરેલ હતું. અને જણાવેલ કે ભારત દેશમાં ૭૦ ટકા ખેડુતોની આબાદી છે. ગામડાની દરેક બેંકો પણ ખેડુતો થકી ચાલી રહી છે. આ પ્રસંગે બેંકના કેશિયર ગોપીચંદ ગેહલોત, કુમાર સત્યમ, હુસેનભાઈ તથા અતુલભાઈ પાઠક દ્વારા ખેડુતોને કિસાન દિવસની શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!