સુત્રાપાડા : વાવડીના વાડી વિસ્તારમાંથી દિપડો પાંજરે પુરાયો

0

ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડા તાલુકાના વાવડી ગામના વાડી વિસ્તારમાંથી ગઈકાલે વહેલી સવારે દિપડો પાંજરે પુરાયો છે. આ વિસ્તારમાં ઘણા દિવસોથી દિપડો આંટાફેરા કરી રહેલ જે કેદ થતા ગ્રામજનોએ રાહનો શ્વાસ લીધો છે.
ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડા તાલુકાના વાવડી ગામના સીમ વિસ્તારમાં ઘણા દિવસોથી દિપડાઓ નિયમિત આંટાફેરા કરી રહેલ હોવાથી ગામમાંથી વાડીએ જતા ગ્રામજનોમાં એક પ્રકારે ડર રહેતો હતો. જાે કે, દિપડાના નિયમિત આંટાફેરાની ગતિવિધિ અંગે ગ્રામજનોએ વનવિભાગને જાણ કરી હતી. જેથી દિપડાને કેદ કરવા રાઉન્ડા ફોરેસ્ટિર કે.કે. જાેષી, એચ.એમ. મેર, બી.બી. નિમ્ર્બાકે વાવાડીની સીમના વાડી વિસ્તારમાં જુદા-જુદા સ્થળોએ પાંજરા ગોઠવી કવાયત હાથ ધરી હતી. જેને સફળતા મળતા વહેલી સવારે ૬ઃ૩૦ વાગ્યા આસપાસ વાવડીના વાડી વિસ્તારમાં ડાયાભાઇ રામસીભાઇ પંપાણીયાની વાડીમાં રખાયેલ પાંજરામાં દિપડો કેદ થઇ ગયેલ હતો. જેને સાસાણ ખાતે ખસેડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પકડાયેલ દિપડો માદા અને આશરે ૩ થી ૫ વર્ષનો હોવાનું રાઉન્ડ ફોરેસ્ટેરે જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!