જૂનાગઢમાં સિંધી વેપારીને પોલીસ દ્વારા માર માર્યાની ઘટનાના વિરોધમાં વેરાવળ સિંધી સમાજે આવેદનપત્ર આપ્યું

0

જૂનાગઢ ખાતે સીંધી સમાજના વેપારીને પોલીસ દ્વારા ઢોર માર મારેલ હોવાની બાબતે વેરાવળ સીંધી સમાજના આગેવાનો દ્વારા પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવી યોગ્ય તપાસ કરી કસુરવાર કર્મચારી સામે પગલા લેવાની માંગ કરેલ છે.
વેરાવળ સીંધી સમાજના આગેવાનોમાં લાલુભાઇ માખેચા, ચંદ્રકાંત કીષ્નાણી, અશોકભાઇ ભીમાણી, મનોજભાઇ લાલવાણી, દીનેશભાઇ સામનાણી સહીતના દ્વારા વેરાવળ પ્રાંત અધિકારીને પાઠવેલ આવેદન પત્રમાં જણાવેલ કે, જૂનાગઢ ખાતે શ્રીનગર સોસાયટી પાસે ગીરીશભાઇ છતવાણી તથા નરેશભાઇ છતવાણી રેકડી રાખી ધંધો કરી રહેલ હોય ત્યારે તા.૧૭ ડીસેમ્બરના સાંજના સમયે માસ્ક પહેરવું જરૂરી હોય પરંતુ ઘરાકીના સમયમાં માસ્ક ગળે સુધી ઉતરી ગયેલ તે સમયે જૂનાગઢ શહેર સી-પોલીસ ડીવીઝનનાં પો.કો.એ માસ્ક ન પહેરવાની સામાન્ય બાબતે ઢોર માર મારેલ છે અને હાલ ભોગ બનનાર નરેશભાઇ છતવાણીને ઇજાઓ સાથે હોસ્પીટલમાં સારવારમાં ખસેડેલ છે. આ બનાવમાં જવાબદાર પોલીસ કોન્સ્ટેબલ સામે ધોરણસરની યોગ્ય તપાસ થાય અને કસુવાર અધિકારી સામે પગલા લેવાની માંગ કરેલ છે. આ રજૂઆતની જાણ મુખ્યમંત્રી, ગીર સોમનાથ જીલ્લા કલેકટર સહીતના લાગતા વળગતાઓને કરેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews