જૂનાગઢ સત્યમ સેવા યુવક મંડળના ઉપક્રમે આદર્શ લગ્ન યોજાયા

જૂનાગઢમાં સત્યમ સેવા યુવક મંડળના સુશીલાબેન છોટાલાલ શાહ સત્સંગ હોલ ખાતે દરજી જ્ઞાતિની દીકરી કીરણબેન નરશીભાઈ જેઠવાના લગ્ન ભાવિનભાઈ મગનભાઈ ભૂંડિયા સાથે તા. ર૧-૧ર-ર૦ર૦ના રોજ ધામધૂમથી આદર્શ લગ્ન કરી આપવામાં આવેલ હતાં. આ તકે કોરોના ગાઈડલાઈનનું પાલન કરાયું હતું. કોરોના વાઇરસની મહામારીની સમસ્યામાં વિધવા, ત્યકતા, આર્થિક રીતે નબળા પરિવારની દીકરીના લગ્ન સંસ્થાને જાણ કરાશે તો વિનામૂલ્યે કરાવી અપાશે. તાજેતરમાં સંસ્થા દ્વારા કરાવાયેલ લગ્નમાં દિકરીને ૩પ જેટલી કરિયાવરની વસ્તુઓ આપવામાં આવેલ હતી. આ લગ્ન પ્રસંગે પ્રમુખ મનસુખભાઈ વાજા, અરવિંદભાઈ મારડિયા, શાંતાબેન બેસ, રમેશભાઈ શેઠ, દાતારસેવક બટુક બાપુ, અલ્પેશભાઈ પરમાર, ઈશ્વરભાઈ કોઠારી, રૂપલબેન લખલાણી, દામજીભાઈ પરમાર, પુષ્પાબેન પરમાર, મનહરસિંહ ઝાલા, નરસિંહભાઇ વાઘેલા, કિશોરભાઈ ચોટલીયા, મનોજ સાવલિયા, કમલેશ ટાંક ઉપસ્થિત રહેલ હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!