સંધી મુસ્લિમ સમાજનું ગૌરવ ડો.નિદા જુણેજા

જૂનાગઢ શહેરમાં આવેલ બીએએમએસ સરકારી કોલેજમાં અભ્યાસ કરીને સંધી-મુસ્લિમ સમાજની તેજસ્વીની વિધાર્થીની ડો.નિદા હાસમભાઈ જુણેજાએ બીએએમએસ ફાયનલ ઈયરમાં ૭૩ ટકા મેળવીને ડોકટર બનવાની સાથે ઝળહળતી સિધ્ધી પ્રાપ્ત કરતા સમગ્ર મુસ્લિમ સમાજનું ગૌરવ વધારેલ છે. ડો.નિદા જુણેજાએ બીએએમએસનાં દરેક વર્ષમાં ઉચ્ચું મેરીટ મેળવવાની સાથે હિમાલીયા મેડીસીન કવીઝમાં ટોપર રહીને સેકન્ડ રેન્ક મેળવેલ હતો. તેઓ પતંજલી હરીદ્વારમાં પણ સરકાર દ્વારા યોજાયેલ મેડીસીન કવીઝનમાં પસંદગી પામીને પ્રમાણપત્ર મેળવેલ છે. હાલ તેઓ આર્યુવેદમાં એમડી ડિગ્રી મેળવવાની તૈયારી કરી રહયા છે. શિક્ષીત પરિવારની પુત્રી ડોકટર નિદા જુણેજાનાં દાદા હાજી ઈબ્રાહીમભાઈ જુણેજા ડેપો મેનેજર હતાં જયારે તેમના પિતા હાસમભાઈ જુણેજા સોરઠ ડેરીમાં ફરજ બજાવી રહયા છે. ડો.નિદા જુણેજાની જવલંત સિધ્ધીથી સુન્ની સંધી મુસ્લિમ સમાજનાં પ્રમુખ ડો.હારૂનભાઈ વિહળ તેમજ તમામ ટ્રસ્ટી તરફથી ડો.નિદા જુણેજા અને તેમના પરિવારને અભિનંદન પાઠવવામાં આવ્યાં છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!