કેશોદમાં પરિણીતાએ સાસરીયાનાં ત્રાસથી ફિનાઈલ પીધું

કેશોદમાં સાસરીયાનાં ત્રાસથી પરિણીતાએ ફિનાઈલ પી લેતા તેને સારવારમાં ખસેડાઈ હતી. પોલીસે પરિણીતાનું નિવેદન લઈ સાસરીયા વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો. આ બનાવની પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ કેશોદમાં સુમન સોસાયટીમાં રહેતા હેમાદ્રીબેન ઉર્ફે મેઘાબેન કેયુરભાઈ ગોસાઈ સાથે તેના પતિ, સાસુ, સસરા તથા નણંદ વિગેરે અવાર-નવાર ઝઘડો કરતા હોય તેમજ સમાધાન માટે બેઠક કરેલ હોય આ સમયગાળા દરમ્યાન સાસુ, સસરા, નણંદ વિગેરેએ ફરીયાદીને ઢીકાપાટુનો માર મારી ઘરમાં નહીં રહેવાનું કહેલ અને માનસીક અને શારીરિક દુઃખત્રાસ આપી હેરાન પરેશાન કરતાં હોય જેનાથી લાગી આવતા હેમાદ્રીબેને પોતાની મેળે ફિનાઈલ પી લીધેલ હતું. આ બનાવમાં પોલીસે હેમાદ્રીબેનની ફરીયાદ આધારે નરેન્દ્રગીરી ચંપાગીરી, નિલમબેન નરેન્દ્રગીરી, કેયુર નરેન્દ્રગીરી, એશાબેન નરેન્દ્રગીરી, સી.એલ.ગોસાઈ, ધનાભાઈ ગોસાઈ, વિમલભાઈ, ભાવીશાબેન, ચેતનભાઈ, પ્રિયંકાબેન વિરૂધ્ધ ગુનો નોંધી પીએસઆઈ એમ.સી.ચુડાસમાએ આગળની તપાસ હાથ ધરી છે.

 

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!