જૂનાગઢમાં જુના કેસનાં મનદુઃખમાં મહિલા ઉપર હુમલો

0

જૂનાગઢમાં જુના કેસનાં મનદુઃખમાં એક શખ્સે મહિલાને સ્ટીલની ડોલ કપાળનાં ભાગે મારી ઈજા પહોંચાડી હતી. આ બનાવની પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ જૂનાગઢનાં જાેષીપરા શાંતેશ્વર રોડ ઉપર ત્રીમુર્તિ સોસાયટીમાં રહેતા રત્નાબેન રોશનલાલ નવલાણી (ઉ.વ.૪૦) સાથે આજ વિસ્તારમાં રહેતા ધનરાજભાઈ સીંધીએ જુના કેસનું મનદુઃખ રાખી રત્નાબેનને ગાળો કાઢી સ્ટીલની ડોલથી હુમલો કરી કપાળનાં ભાગે ઈજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવમાં બી-ડીવીઝન પોલીસે ફરીયાદ નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી કરી હતી.

 

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!