મોક્ષદા એકાદશીનું પર્વ ગીતા જયંતિ તરીકે ઉજવાય છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાનાં માધ્યમથી ભગવાન શ્રીકૃષ્ણે જીવન જીવવાની ચાવીઓ માત્ર હિંદુઓને જ આપી છે, એવું નથી. આ ગ્રંથ સમગ્ર માનવજાત માટે છે. શ્રીમદ્ ભગવદ્ ગીતા જાતિ, ધર્મ કે માન્યતાના સીમાડાઓની પારનો ગ્રંથ છે અને તેને કારણે વિશ્વની કોઇ વ્યક્તિને બીજા કોઇ ભારતીય ગ્રંથનું કદાચ નામ આવડતું હોય કે ન આવડતું હોય, પરંતુ ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’ વિશ્વભરમાં પ્રચલિત છે. ગીતામાં સૌથી વધુ શ્રીકૃષ્ણબોલ્યા છે. તેમણે ૫૭૪ શ્લોકમાં અર્જુનને જ્ઞાન આપ્યું છે. જ્યારે અર્જુને ૮૫ શ્લોક દ્વારા પોતાની શંકા અને પ્રશ્નો પ્રગટ કર્યા છે. ૪૧ શ્લોક એવા છે જે સંજય અને ધૃતરાષ્ટ્રનો સંવાદ છે. ગીતા ઉપદેશથી આધુનિક ભારતના મહાપુરૂષો કે સ્વામી વિવેકાનંદ, મહર્ષિ અરવિંદ,મહાત્મા ગાંધી ખુબ પ્રભાવીત થયા હતા અને તેમને પોતાના જીવનમાં ગીતા ઉપદેશથી અનેક ફાયદો થયો હોવાનુ પણ તેમણે સ્વીકાર્યું હતુ. વિશ્વના અન્ય મહાનુભાવોએ ભગવદ ગીતાથી પ્રભાવીત થયા હોવાનુ સ્વીકારેલ હોય તેવા પણ અનેક કિસ્સાઓ છે. ભગવદ ગીતા એ ખરા અર્થમાં વિશ્વકલ્યાણ માટેનો ઉત્તમ ગ્રંથ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews