ગીર સોમનાથ જીલ્લામાં વિધવા બહેનોને સરકારી યોજના અંતર્ગત રૂા. ૧.૬૪ કરોડથી આર્થીક સહાય ચુકવાઇ

0

ગુજરાત રાજય સરકાર દ્વારા નિરાધાર વિધવા બહેનોને ગંગાસ્વરૂપ આર્થિક સહાય યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે. જેમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ વિધવા બહેનોને દર માસે રૂા.૧૨૫૦ની આર્થિક સહાય તેમના ખાતામાં સીધી જમા કરાવે છે. જે યોજના અંતર્ગત ગીર સોમનાથ જીલ્લામાં એક માસમાં ૧૩,૧૫૮ લાભાર્થી નિરાધાર વિધવા બહેનોને રૂા.૧ કરોડ ૬૪ લાખ ૪૭ હજાર જેવી માતબર રકમની સહાય ચુકવવામાં આવી છે. ગીર સોમનાથ જીલ્લામાં નવેમ્બર માસ ૨૦૨૦માં વેરાવળ શહેરમાં ૧,૩૬૭ વિધવા બહેનોને રૂા.૧૭,૦૮,૭૫૦ ગ્રામ્યમાં ૫૨૦ લાભાર્થીઓને રૂા.૬,૫૦,૦૦૦, તાલાળામાં ૧,૨૪૫ લાભાર્થીઓને રૂા.૧૫,૫૬,૨૫૦, સુત્રાપાડામાં ૧,૩૦૫ લાભાર્થીઓને રૂા.૧૬,૩૧,૨૫૦, કોડીનારમાં ૨,૭૭૩ લાભાર્થીઓને રૂા.૩૪,૬૬,૨૫૦, ઉનામાં ૩,૦૬૮ લાભાર્થીઓને રૂા.૩૮,૫૭,૫૦૦, ગીરગઢડામાં ૨,૮૬૨ લાભાર્થીઓને રૂા.૩૫,૭૭,૫૦૦ની આર્થીક સહાય કરવામાં આવી છે. આ યોજનાનો લાભ લેવા માટેના અરજી પત્રકો ગીર સોમનાથ જીલ્લા કલેકટર કચેરી, જીલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી, પ્રાંત અધિકારીની કચેરી, તાલુકા મામલતદારની કચેરી ઉપરથી વિનામુલ્યે મળતા હોવાનું એક યાદીમાં જણાવેલ છે.

 

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!