દેશના ભૂતપુર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી બાજપાઈના જન્મ દિવસ તા.૨૫ ડિસેમ્બરના રોજ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સને ૨૦૧૪થી સુશાસન દિવસ તરીકે ઉજવે છે. જે અંતર્ગત ચાલુ વર્ષે ગીર સોમનાથ જીલ્લામાં આજે તા.૨૫ ડિસેમ્બરના રોજ સુશાસન દિવસની ઉજવણી થશે. દિલ્હીથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગાંધીનગરથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખેડુતોને લાઈવ સંબોધન કરશે. ગીર સોમનાથ જીલ્લા કલેકટર અજયપ્રકાશે જણાવેલ કે, સુશાસન દિવસની ઉજવણીમાં કૃષિ, સાત પગલા ખેડૂત કલ્યાણના કાર્યક્રમ અંતર્ગત યોજનાઓના લાભાર્થીઓને સાધન સામગ્રી સાથે સહાય વિતરણ કરાવાનું આયોજન છે. જેમાં વેરાવળ એ.પી.એમ.સી ખાતે મંત્રી જવાહરભાઈ ચાવડા, તાલાળા એ.પી.એમ.સી. ખાતે પુર્વમંત્રી જશાભાઈ બારડ, પ્રાંચીમાં કારડીયા રાજપુત સમાજ ખાતે બીજ નિગમ ચેરમેન રાજશીભાઈ જાેટવા, ગીરગઢડામાં જલારામ વાડી ખાતે અગ્રણી અશ્વીનભાઈ આણદાણી, ઉના એ.પી.એમ.સી ખાતે પુર્વધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર અને કોડીનાર ખાતે સાંસદ રાજેશભાઈ ચુડાસમા સહભાગી થશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews