શ્રી ગીતા જયંતિનું મહાત્મ્ય

0

માગસર સુદ એકાદશીના રોજ શ્રી ગીતા જયંતિ ઉજવવામાં આવે છે. આજે વિક્રમ સંવત ર૦૭૭નાં માગસર સુદ એકાદશી શુક્રવાર તા.રપ-૧ર-ર૦ર૦ના રોજ શ્રી ગીતા જયંતિ છે. શ્રી ગીતાજીનો અનુવાદ કેટલીક ભાષાઓમાં થયો છે. ગીતાજીના માધ્યમથી શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને નિમિત્ત બનાવી સમગ્ર વિશ્વને અમૂલ્ય જ્ઞાન આપ્યું હતું. શાસ્ત્રોમાં
શ્રી વરાહ પુરાણમાં ગીતાજીનું મહાત્મ્ય (કુલ શ્લોક ર૩) તથા શ્રી ગીતા મહાત્મ્યનું અનુસંધાન (કુલ શ્લોક ૪પ) આપેલા છે. શ્રી ગીતા મહાત્મ્યમાં શ્રી પૃથ્વીદેવી અને શ્રી વરાહ ભગવાનના સંવાદરૂપે ર૩ શ્લોકો આપેલા છે. જેમાંથી અમુક શ્લોકોનો ભાવાર્થ આપેલો છે. જે ગીતાજીનું મહત્વ દર્શાવે છે. જયાં શ્રી ગીતાજીનું પુસ્તક હોય અને શ્રી ગીતાજીના પાઠ થતા હોય ત્યાં પ્રયાગાદિ સર્વ તીર્થો રહે છે. (શ્લોક નં.૪), જયાં શ્રી ગીતાજીનો વિચાર, ભણવું, ભણાવવું કે શ્રવણ થાય છે ત્યાં હે પૃથ્વી ! હું
(શ્રી ભગવાન) અવશ્ય સદાય વસુ છું (શ્લોક નં.૬), જે મનુષ્ય સહિત નિત્ય એક અધ્યાયને પણ પાઠ કરે છે તે ચંદ્ર લોકને પામે છે અને ત્યાં શિવજીનો ગણ થઈ લાંબો કાળ વસે છે. (શ્લોક નં.૧૩), ગીતાનો આશ્રય કરી જનક વગેરે ઘણા રાજાઓ પાપ રહિત થઈ લોકમાં ગવાયા છે અને પરમપદ પામ્યા છે. (શ્લોક નં.ર૦), જે શ્રી ગીતાનો પાઠ કરી મહાત્મ્યનો પાઠ કરતો નથી તેનો પાઠ નિષ્ફળ જાય છે અને એ પાઠને શ્રમરૂપ જ કહયો છે. (શ્લોક નં.ર૧), શ્રી ગીતા મહાત્મ્યનું અનુસંધાનમાં શ્રી સુતજી મહારાજ શૌનકાદિ ઋષિઓના પુછવાથી જે જ્ઞાન આપે છે તેમાં કુુલ શ્લોક ૪પ છે જેમાંથી અમુક શ્લોકોનો ભાવાર્થ અહીં આપેલ છે જે શ્રી ગીતાજીનું મહત્વ દર્શાવે છે. ગીતા મહાત્મ્યને શ્રી કૃષ્ણ જ સારી રીતે જાણે છે કંઈક અર્જુન જાણે છે તથા વ્યાસમુનિ, શુકદેવ અને જનક વગેરે થોડું ઘણું જાણે છે. (શ્લોક નં.૩), શ્રી ગીતા ધર્મમય, સર્વ જ્ઞાનની પ્રયોજક તથા સર્વ શાસ્ત્રમય છે માટે ગીતાજી શ્રેષ્ઠ છે. (શ્લોક નં.૬), જેણે ભકિતભાવથી એકાગ્રચિતે શ્રી ગીતાનો અધ્યયન કર્યુ છે, તેણે સર્વ વેદો, શાસ્ત્રો અને પુરાણોનો અભ્યાસ કર્યો ગણાય છે. (શ્લોક નં.૧૯), જયાં નિરંતર શ્રી ગીતાનો આનંદ થાય છે ત્યાં શ્રી ભગવાન પરમેશ્વરમાં એક નિષ્ઠ ભકિત થાય છે. (શ્લોક નં.ર૩), જે મનુષ્ય શ્રાધ્ધમાં પિતૃઓને ઉદેશીને શ્રી ગીતાનો પાઠ કરે છે તેના પિતૃઓ સંતુષ્ઠ થાય છે અને નરકમાં હોય તો ત્યાંથી પણ સદગતિ પામે છે. (શ્લોક નં.૩૪), શ્રી ગીતા પાઠથી પ્રસન્ન થયેલા તથા શ્રાધ્ધથી તૃપ્તિ પામેલા પિતૃઓ પુત્રને આર્શિવાદ આપતા પિતૃલોકમાં જાય છે. (શ્લોક નં.૩પ)

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!