ગૌસંવર્ધન તથા ગાય આધારીત પ્રાકૃતિક ખેતી કરતા પરસોત્તમભાઈ સીદપરાએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે મુલાકાત કરી ગૌસંવર્ધન તથા રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓથી મુક્ત ખેતી પધ્ધતિ તથા ગૌધરામૃત એનારોબીક પ્રવાહી ખાતર બાબતે માહિતગાર કરી આ ખાતરથી ખેતપેદાશોનાં ઉત્કૃષ્ટ ઉત્પાદન અને બાગાયત ખેતીમાં થતા ફાયદાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. ગાય આધારીત ખેતી કરી દેશી ખાતર વાપરતા ખેડૂતો રાસાયણિક ખાતર વાપરતા ન હોવાથી સરકાર તરફથી ખાતર ઉપરની સબસીડીના લાખો રૂપિયા બચે છે. આમ પ્રાકૃતિક પધ્ધતિથી ખેતી સાથે રાષ્ટ્ર સેવા પણ થાય છે. આ બાબત સાથે સહમત થતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પરસોત્તમભાઈ સીદપરાને અભિનંદન આપ્યા હતા. ગાયના દૂધ,માખણ અને ઘી ઉપરાંત તેમાંથી બનતી શુધ્ધ દેશી મીઠાઈઓ, મગફળી અને તલના તેલનું નાની ઘાણીમાં પિલાણ કરી શુદ્ધ અને સાત્વિક તેલ અને ઘઉં, અન્ય અનાજ, કઠોળને ગીર ગોપીના બ્રાન્ડ નામ હેઠળ સીધું ગ્રાહકો સુધી પહોંચાડી ઉત્પાદનનું યોગ્ય મુલ્ય મળી રહે તેવા આયોજન અંગે જાણકારી આપી હતી. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગાય આધારીત ખેતી કરતા ખેડૂતોને આગામી સમયમાં સરકાર તરફથી વિશેષ આર્થિક લાભ મળે તથા ગાય આધારીત ખેત ઉત્પાદનને માર્કેટિંગ પ્રાપ્ત થાય તે બાબતે યોગ્ય કરવાની ખાત્રી આપી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews