જૂનાગઢ પૂર્વ નગરસેવક તેમજ ભાજપના પાયાના અને સક્રિય કાર્યકર અનિલ ઉદાણી દ્વારા સનસનીખેજ નિવેદનમાં જણાવ્યું છે કે જૂનાગઢના મહાનગરપાલિકાના જવાબદારો એવા મેયર, કમિશ્નર, ડી.એમ.સી., સંકલન સમિતિ મહાનગરપાલિકા જૂનાગઢને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે, સંસ્થાના હીતમાં અને સંસ્થામાં કામ કરવા આવતી બહેન દીકરીઓની સલામતીના હીતમાં તેમને આ પત્ર લખવાની ફરજ પડી હતી. જૂનાગઢ મહાનગરપાલિકાના સંસ્થાના તેમજ તેમાં કામ કરવા આવતી મહિલાઓની સુરક્ષા જાેખમમાં હોય જેથી તેમના વિશાળ હિતને ધ્યાનમાં લઇ તેમને આ પત્ર લખવાની ફરજ પડી હતી. તેમણે પોતાના પત્રમાં જણાવ્યું હતું કે, તેમને અંગત સૂત્રો પાસેથી વિગતો સાંપડી છે કે જૂનાગઢ મનપાના અમુક અધિકારીઓ હોદાના રૂહે મહાનગરપાલિકામાં જે બહેન દિકરીઓ કર્મચારીઓ નોકરી કરે છે તેની પાસેથી આર્થિક લાભ લેવા ઉપરાંત અશ્લિલ માંગણીઓ કરવામાં આવે છે. તે ન્યાયીક ગણી શકાય નહી અને જાે આ બાબત તપાસ થાય તો સત્ય બહાર આવે જે મહિલાઓનું શોષણ ખરેખર શરમ જનક ગણી શકાય. તેમણે પોતાના પત્રમાં માંગ કરી છે કે અમુક અધિકારીઓ દ્વારા ચારિત્ર્યહીન પ્રવૃતિઓ આચરવામાં આવી રહી છે. ત્યારે મનપાના તમામ અધિકારીઓની ચેમ્બરોમાં કાળા કાચ હટાવી, સીસીટીવી કેમેરા તાકીદે મુકવા અને તેનું સક્ષમ અધિકારી દ્વારા સતત મોનિટરિંગ કરવું તેમજ આવી હકીકત સામે આવે ત્યારે કોઈની પણ શેહશરમ રાખ્યા વગર કાયદેસરની કાર્યવાહી કરવી ન્યાયના હીતમાં અને બહેન દીકરીઓની સલામતી માટે સંસ્થાના વિશાળ હિતમાં તેમજ જન હિતાર્થે જરૂરી છે તો તાકીદે કાર્યવાહી કરવા તેમણે પ્રબળ માંગ કરી છે તેમની આ માંગણીને લઇ જૂનાગઢના મહાનગરપાલિકા અધિકારી અને પદાધિકારી વર્તુળમાં રીતસર ખળભળાટ મચી જવા પામ્યો છે. ઉપરાંત મનપામાં મહિલા કર્મચારીઓનાં હિતમાં મહિલા સમીતીનું ગઠન કરવા નિવેદનમાં જણાવ્યું છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews