સાબલપુર પાસે વહેતી લોલ નદીમાં ઠલવાતું ઔદ્યોગીક એકમોનું પ્રદુષિત પાણી

0

જૂનાગઢનાં સાબલપુર વિસ્તારમાં વહેતી લોલ નદીમાં જે ભાટડેમ, હસનાપુર ડેમથી ગીર અભ્યારણ, સાબલપુર, સરગવાડાથી ઉબેણ, ઓઝત નદીમાં ભળે છે. આ નદી જે વિસ્તારમાંથી પસાર થાય છે. તે વિસ્તારમાં આવેલ ઔદ્યોગિક એકમોના પ્રદુષિત પાણી આ નદીમાં છોડવામાં આવતા હોવાથી નદીનું પાણી પ્રદુષિત થઈ રહયું છે અને આ પ્રદુષિત પાણીનાં ઉપયોગથી પશુ-પંખીઓ, જળચર જીવો અને સાબલપુર સરગવાડામાં આવેલી ખેતીવાડીને ભારે નુકસાન પહોંચી રહયું છે. આ અંગે આમ આમદી પાર્ટી જૂનાગઢ શહેરનાં પ્રમુખ ભાવેશભાઈ કાલરીયા અને ઉપપ્રમુખ વિનોદભાઈ રામાણીએ જૂનાગઢ જીલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી જણાવ્યું છે કે, ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આ બાબતે કોઈ પગલા લેવામાં આવતા નથી અને જેને લઈને ઔધોગિક એકમો કોઈપણ ડર વગર પ્રદુષિત પાણી નદીમાં છોડી રહયા છે. એક તરફ સરકાર દ્વારા નદીઓ, ચેકડેમ અને તળાવોને ઉંડા ઉતારવા માટે બજેટમાં કરોડોની જાેગવાઈ કરવામાં આવે છે. પરંતુ બીજી તરફ ઔધોગિક એકમો દ્વારા નદીઓને પ્રદુષિત કરવામાં આવે છે તેની સામે કોઈ પગલા ભરવામાં આવતા નથી. ત્યારે પ્રદુષિત પાણીથી નદીઓને બચાવવા ગુજરાત સરકાર અને જૂનાગઢ વહીવટી તંત્ર દ્વારા કડક પગલા ભરવામાં આવે તેવી માંગ કરી છે.#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!