ગઢડા ગોપીનાથ મંદિરમાં સત્તાનો દુરઉપયોગ કરનાર પોલીસના જવાબદારો સામે કાર્યવાહી કરવા માંગણી

0

ગઢડાના ગોપીનાથજી મંદિરમાં પોલીસ અધિકારી નકુમેે સત્તાનો દુરઉપયોગ કરી મંદિરના ચેરમેનને માર મારી કાંઠલો પકડી ખુરશીમાંથી ઉઠાડી દેવાનું નિંદનીય વર્તન કરેલ હોય જેથી તેઓને સસ્પેન્ડ કરવા જેવી કડક કાર્યવાહી કરવા વેરાવળ સ્વામિનારાયણ સત્સંગ સમાજે ગીર સોમનાથ જીલ્લા નાયબ કલેકટરને આવેદન પત્ર પાઠવી માંગણી કરી છે. વેરાવળ સ્વામિનારાયણ સત્સંગ સમાજના હાર્દીક કકકડ, નિલેશભાઇ કાનાબાર, ચિરાગ કકકડ, રાજેશ કાનાબાર સહિતના સત્સંગીઓએ પાઠવેલ આવેદનપત્રમાં જણાવેલ કે, તા.૬ ડીસેમ્બરના રોજ ગઢડાના ગોપીનાથ દેવ મંદિરમાં બનાવ બનેલ હતો જેમાં ડીવાયએસપી નકુમ દ્વારા હોદા અને સત્તાનો દુરૂપયોગ કરીને મંદિરના ચેરમેનનો કાંઠલો પકડી માર મારી ગેરકાયદેસર રીતે ખુરશીમાંથી ઉઠાડીને ગુનાહિત કાર્ય કરેલ છે. પોલીસ અધિકારીના આવા કૃત્યથી સમગ્ર સત્સંગ સમાજના લોકોની લાગણીઓને ઠેસ પહોંચી છે. જેથી પોતાની સત્તાનો દુરઉપયોગ કરનારા પોલીસ અધિકારી નકુમ સહિતના તમામ જવાબદાર લોકો સામે કાયદા મુજબ આકરી કાર્યવાહી કરવામાં આવે તેવી તમામ સત્સંગીઓની લાગણી અને માંગણી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!