વાળીનાથ અખાડાનાં મહંત બળદેવગીરીજીબાપુ બહ્મલીન, રબારી સમાજમાં ઘેરો શોક

ગુજરાત રાજ્યના સમસ્ત રબારી સમાજની ગુરૂગાદી એવા તરભ સ્થિત વાળીનાથ અખાડાના મહંત બળદેવગીરીબાપુ બ્રહ્મલીન થયા છે. ગઈકાલે તેઓની તબીયત લથડતા સમસ્ત રબારી સમાજમાં દુઃખની લાગણી છવાઈ ગઈ છે. સમાજના આગેવાનો અને રાજકીય નેતાઓ પણ તેમના ખબર અંતર લેવા તરભ પહોંચ્યા હતા. મહેસાણા જીલ્લાના વિસનગર તાલુકામાં આવેલા તરભ ગામ ખાતે આવેલ વાળીનાથ અખાડાને સમસ્ત રબારી સમાજની ગુરૂગાદી ગણવામાં આવે છે. અહીં ગુરૂગાદીના મહંત બલદેવગિરી બાપુની છેલ્લા કેટલાક સમયથી તબીયત ખરાબ હતી, જેને પગલે તેમને સારવાર માટે અમદાવાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ, તેમની તબીયત વધારે લથડતા આખરે તેમને તરભ ખાતે લાવવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રીએ શોકાંજલી પાઠવી
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સમગ્ર રબારી સમાજના ધર્મ ગુરૂ બળદેવગીરીજી બાપુના દુઃખદ અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે. રબારી સમાજના શ્રધ્ધા-આસ્થા કેન્દ્ર તરભ વાળીનાથ ધામના ગાદીપતિ મહંત બળદેવગીરીજી મહારાજ પ્રત્યે સમાજ સમગ્ર રબારી સમાજની આસ્થાનો ઉલ્લેખ કરતાં વિજયભાઈ રૂપાણીએ રબારી સમાજના શોકમાં સહભાગી થવા સાથે સદગત બળદેવગીરીજીના આત્માની પરમ શાંતિની પ્રાર્થના પણ કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!