પ૦થી વધુ ઉંમર અને ગંભીર બિમારી ધરાવતા ૧ કરોડ લોકોને પહેલા અપાશે કોરોનાની વેકસીન

 

કોવિડ-૧૯નાં દર્દીઓ માટે હાથ ધરાયેલા ડોર ટુ ડોર સર્વેમાં સામે આવ્યું છે કે , ૧ કરોડથી વધુ લોકો એવા છે જેમની ઉંમર પ૦ કરતા વધુ છે. સર્વેમાં પ૦ કરતા ઓછી ઉંમરનાં ર.૬ લાખ લોકોને કો-મોર્બિડિટી(સહ-બિમારી) હોવાનું બહાર આવ્યું છે. ગુજરાતમાં કુલ ગણતરીમાંથી, પ૦ વર્ષથી વધુ ઉંમરનાં ૧૪.૬ લાખ લોકો અને કો-મોર્બિડિટીવાળા ૩૭,ર૬૦ લોકો આઠ મહાનગરપાલિકા વિસ્તારોના છે, તેવો સર્વેનાં પરિણામોમાં ખૂલાસો થયો છે. જેમની રસી આપવામાં આવશે તેમને મતદાન વખતે આંગળી ઉપર જે શાહી લગાવવામાં આવે છે, તેવી શાહી લગાવવામાં આવશે. પહેલા આરોગ્ય વિભાગનાં કર્મચારીઓને રસી આપવામાં આવશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!