રાજકોટ જીલ્લાના જામકંડોરણા-ભાયાવદર પંથકમાં ભૂમાફિયાઓ બન્યા બેફામ

0

રાજકોટ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ ભાદર નદી, મોજ નદી, વેણુ નદીના પટમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રીતે રેતી ઉલેચવાનો વેપલો ધમધમી રહ્યો છે. રાજકોટ જીલ્લાના જામકંડોરણા, ધોરાજી, ભાયાવદર પંથકમાં રેતી તથા ખનીજ માફિયાઓને મોકળુ મેદાન મળ્યું હોય તેમ રાત-દિવસ નદીના તટ વિસ્તારોમાં રેતી ઉલેચવામાં આવી રહી છે. ભાયાવદર-જામકંડોરણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પસાર થતી મોજ નદીમાં અનેક સ્થળે ઊંડા ખાડાઓ તે વાતની ચાડી કરી રહ્યા છે. આ વિસ્તારમાં રેતી માફિયાઓ સક્રીય છે. પરંતુ જવાબદાર તંત્ર દ્વારા માત્ર દેખાડા પૂરતી જ કાર્યવાહી કરવામાં આવે છે. જીલ્લા ભૂસ્તર વિભાગના દરોડા કે આકરી કાર્યવાહીની આગોતરી જાણ થઈ જતી હોય કે અંદરખાને કોઈ ગોઠવણ હોય તેમ રાત્રે અને દિવસે મોટાપાયે મોજ નદીના તટમાંથી રેતીનું બેફામ ખનનનું કામ થઈ રહ્યું છે. જેથી આ રેતીનો કાળો કારોબાર બેફામ ધમધમી રહ્યો છે અને રેતી માફિયાઓને કાયદાનો સહેજ પણ ડર રહ્યો નથી. જીલ્લા ખાણખનીજ વિભાગમાં પણ આ રેતી માફિયાના મળતીયા હોવાની આશંકા સ્થાનિક લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. નદી પટ વિસ્તારના લોકોએ જાગૃત થઈ ગેરકાયદેસર રેતીનું થતું ખનન અટકાવવું જાેઈએ. આનાથી કુદરતી સંપત્તિને નુકસાન થાય છે અને સરકારને રોયલ્ટીમાં પણ નુકસાન થાય છે. લોકડાઉન પછી ગેરકાયદેસર રીતે ખનન વધી ગયું છે. આવા ભૂમાફિયાઓને અંકુશમાં લેવા જીલ્લા પ્રશાસન દ્વારા નક્કર પગલાં લેવાશે કે પછી આ રેતી માફિયાઓ અધિકારીના ગજવા ગરમ કરી દેશે તે તો આગામી દિવસોમાં જાેવાનું રહ્યું. અત્રે ઉલ્લેખનીય છે કે જામકંડોરણા પંથકમાં ભૂમાફિયાની નજર ગૌચર ઉપર પણ છે. જામકંડોરણાની આજુબાજુના ગૌચરમાંથી કોઈપણ જાતની પરવાનગી વિના કાળી માટી ઉપાડી વેંચાણ કરી રહ્યા છે અને કાળી માટીનો મોટા જથ્થાનો સંગ્રહ કરીને પણ મોટાપાયે વેંચાણ થઈ રહ્યું છે. જાે તંત્ર જાગશે તો જામકંડોરણાની અચૂક ગૌચરની ફળદ્રુપ જમીન બચી શકે એમ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews