કેશોદમાં ભાજપની બેઠકમાં શું રંધાયું ? ગોરધન ઝડફિયાનું ભેદી મૌન

0

કેશોદ ખાતે મળેલી ભાજપની મિટીંગમાં ભાજપના સ્થાનીક નેતાઓ દ્વારા કવરેજ કરવા માટે મિડીયાને આમંત્રણ અપાયું હતું. આગામી દિવસોમાં યોજાનારી નગરપાલિકાની ચૂંટણીના અનુસંધાને મળેલી બેઠકમાં ભાજપના નેતા અને પૂર્વ ગૃહરાજ્ય મંત્રી ગોરધન ઝડફિયા આવતા જ મિડીયાને બહાર મોકલી દેવાયા હતા. જેના કારણે મિડિયામાં રોષ ફેલાયો હતો. પહેલાં સ્થાનીક ભાજપ દ્વારા આમંત્રણ અપાયા બાદ મિડીયાને કવરેજ કરવાથી દૂર રાખવાની બાબતે શંકા-કુશંકા ફેલાઈ હતી. પ્રશ્ન એ છે કે મોટા ઉમળકાથી આમંત્રણ અપાયા બાદ ર્નિણય કેમ બદલાયો ? શું આવનારી ચૂંટણીઓમાં ઉમેદવારી બાબતે ભાજપમાં જૂથબંધી વકરે તેવી દહેશત છે ? શું છુપાવવા માટે ર્નિણય બદલ્યો ? કેમ ગોરધન ઝડફિયાએ માફી માંગવી પડી ? મિટીંગમાં એવી કઈ બાબતો હતી કે તે જાહેર ન કરી શકાય તેવી હતી ? મિટીંગમાં જૂથવાદ જાહેર થાય તેવો ડર હતો ? એવી કઈ બાબત હતી કે જે મિડીયા સુધી પહોંચે તો સ્થાનીક ભાજપને નુકશાન થાય ? શું દિલ્હીમાં ચાલતા ખેડૂત આંદોલનમાં કેશોદના ખેડૂતો ન જાેડાય તે માટેની કોઈ ખાનગી રણનિતી હતી ? આવા અસંખ્ય મુદ્દાઓ ચર્ચાઈ રહ્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!