જૂનાગઢમાં મજૂરી કામ કરતી મહિલા ઉપર દુષ્કર્મ કરનાર આરોપીને ઝડપી લેતી પોલીસ

0

જૂનાગઢ શહેરના સુખનાથ વિસ્તારમાં આવેલ ધારાગઢ દરવાજા માત્રી મંદિર પાસે રહેતી અને મજૂરી કામ કરતી મહિલાની એકલતાનો લાભ લઇ, પડોશમાં રહેતા આરોપી અલતાફભાઈ અનવરભાઈ મીઠાવાળાએ અવાર-નવાર દુષ્કર્મ કરી, મહિલા દ્વારા વિરોધ કરવામાં આવતા, મહિલાના ઘર પાસે પડેલ હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટર સાયકલ કિંમત
રૂા. ૪૦,૦૦૦/- સળગાવી દેતા આ અંગેનો ગુન્હો એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધી, એ ડિવિઝન પીઆઇ આર.જી.ચૌધરી, પીએસઆઇ વી.આર.ચાવડા તથા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરાવામાં આવેલ હતી. જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાશમ સેટ્ટી દ્વારા જૂનાગઢ શહેરમાં મહિલા સાથે દુષ્કર્મ અને વાહન સળગાવવાના બનાવની ગંભીરતા આધારે આ ગુન્હામાં સંડોવાયેલ આરોપીને તાત્કાલિક પકડી પાડી, ધરપકડ કરવા સુચનાઓ કરવામાં આવેલ હતી. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.જી.ચૌધરી, પીએસઆઇ વી.આર.ચાવડા તથા હે.કો. માલદેભાઈ, મોહસીનભાઈ, વિક્રમસિંહ, જીલુભાઈ, અનકભાઈ, દિનેશભાઇ સહિતના સ્ટાફના માણસોની ટીમ દ્વારા મળેલ બાતમી આધારે આરોપી અલતાફભાઈ અનવરભાઈ મહીડા જાતે ઘાંચી (ઉવ. ૨૪) રહે. ધારાગઢ દરવાજા, ગેબનશા પીરની દરગાહ પાસે, જૂનાગઢને પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી મજૂરી કામ કરતો હોય, મહિલાના છોકરાઓને મારી નાખવાની ધમકી આપી, દુષ્કર્મ કર્યા તથા મહિલાનું મોટર સાયકલ પણ બે ત્રણ દિવસ પહેલા રાત્રે સળગાવી નાખ્યાની આરોપી દ્વારા ગુન્હાની કબૂલાત પણ કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી આ સિવાય કોઈ ગુન્હામા સંડોવાયેલ છે કે કેમ ? એ બાબતે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી, વધુ તપાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ વી.આર.ચાવડા તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!