ગીર સોમનાથ જીલ્લાના ખેડુતોની ગત વર્ષની બાકી પાક વિમાની રકમ સત્વરે ચુકવવા માંગણી

0

ગીર સોમનાથ જીલ્લામાં વર્ષ ૨૦૧૯ ખેડુતોના ખરીફ પાકના પાક વીમાની રકમ સત્વરે ચુકવવા અને ચાલુ વર્ષે પડેલ કમોસમી વરસાદના કારણે પાકોને થયેલ નુકસાનીનો વહેલી તકે સર્વે કરી વળતર આપવા ખેડુત એકતા મંચ અને ભારતીય કિસાન સંઘના હોદેદારોએ મુખ્યમંત્રીને સંબોધેલ રજુઆત ગીર સોમનાથ જીલ્લા કલેકટરને પાઠવી માંગણી કરી છે.
ખેડુત એકતા મંચના રમેશભાઇ બારડ અને ભારતીય કિસાન સંઘના નાથાભાઇ પરમારે ગીર સોમનાથ જીલ્લા કલેકટરને પાઠવેલ રજુઆતમાં જણાવેલ કે, ગીર સોમનાથ જીલ્લાના ૩,૪૧૦ ખેડુતોના પોસ્ટક હાર્વેસ્ટના પાક નુકશાનીના ખેડુતોને પાક વીમાની રકમ આજદીન સુધી મળી નથી. ડી.એલ.એમ.સી.ની બેઠકમાં કંપનીના અધિકારી અમિત પુરોહિતએ માર્ચ ૨૦૨૦ સુધીમાં ખેડુતોની પાક વીમાની રકમની ચુકવણી કરી આપવાનું જણાવેલ હતુ. તેમ છતાં આજદીન સુધી ખેડુતોને પાક વીમાની રકમ ચુકવાય નથી. આ બાબતે ખેડુતો દ્વારા રૂબરૂ અને ફોન થકી વીમા કંપનીના અધિકારીઓનો સંપર્ક કરે ત્યારે તેઓ એવું જણાવે છે કે, સરકારમાંથી અમોને સબસીડી મળેલ નથી એટલા માટે અમે વીમાની રકમની ચુકવણી કરેલ નથી.
ગુજરાત સરકાર તરફથી અમને સબસીડીની રકમ મળશે ત્યારે તાત્કાલીક રકમ ચુકવવા અમો તૈયાર છે. આમ, વીમા કંપની સીધો સરકાર ઉપર આક્ષેપ કરે છે. ત્યારે ખેડુતોએ આર.ટી.આઈ દ્વારા નિયામક વિતરણ અધિકારી પાસેથી માહિતી માંગેલ હતી. જે પ્રાપ્ત થયા મુજબ સરકાર દ્વારા હજુ વીમા કંપનીઓને સબસીડીની રકમ આપેલ નથી. ત્યારે ખેડુતોના હિતમાં કામ કરતી હોવાનો દાવો કરતી રાજય સરકાર ખરેખર સાચી હોય તો સત્વરે વીમા કંપનીને સબસીડીની રકમ ચૂકવી દેવી જાેઇએ. જેથી આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહેલા ખેડુતોને વહેસલાસર વીમાની રકમની મળશે તો રાહત થશે. જાે ચુકવણી નહીં થાય તો ગીર સોમનાથ જીલ્લાના ખેડુતોને ગાંધી ચિંઘ્યાી માર્ગે આંદોલન કરવાની ફરજ પડવાની સાથે કોર્ટના દ્વાર ખખડાવીની ફરજ પડશે. ગીર સોમનાથ જીલ્લામાં કમોસમી વરસાદથી ખેડુતોએ વાવણી કરેલા પાકોમાં નુકસાન થયેલ છે જેથી તેનો સર્વે કરી તેનું નુકસાનનું વળતર પણ સત્વરે ચુકવી આપવા માંગણી હોવાનું અંતમાં જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!