રાહુલ ગાંધીએ વાત કરતા ગુજરાતમાં નેતાગીરી બદલાવના એંધાણ ઉપર પૂર્ણવિરામ

0

આગામી ચૂંટણીને લઈને કોંગ્રેસ હાઈકમાન્ડ હરકતમાં આવી ગયા છે. તેમણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારી કરવા નેતાઓને આદેશ આપી દીધો છે. તેના માટે રાહુલ ગાંધીએ ગુજરાતના પ્રદેશ નેતાઓ સાથે વાતચીત કરી લીધી છે. અને ચૂંટણી પહેલા કોંગ્રેસના માળખામાં કોઈ ફેરફાર નહીં થાય તેવા એંધાણ મળી રહ્યા છે. કોંગ્રેસના માળખામાં હાલના પ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ પ્રમુખ નહીં બદલાય. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારી અંગે અમિત ચાવડા, પરેશ ધનાણી, ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડીયા સહિતના નેતાઓ સાથે રાહુલ ગાંધીએ વાતચીત કરી છે. વિડીયો કોંફરન્સના માધ્યમથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની પણ સમીક્ષા કરી છે. હાલની નેતાગીરી ને જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારી કરવા આદેશ આપતા આશ્ચર્ય થયું છે. વારંવાર ચૂંટણીઓમાં મળેલી હાર છતાં કોઈ પણ નેતાની ફેરબદલી કર્યા વગર ચૂંટણીની તૈયારી કરવા આદેશ આપ્યો છે. બીજી બાજુ એવા સમાચાર મળી રહ્યા છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ રાહુલ ગાંધીએ એક ર્નિણય કર્યો છે. જેમાં બિનકોંગ્રેસી લોકોને ટિકિટ આપી ચૂંટણી લડાવશે. હવે રાહુલ ગાંધીનો આ પ્લાન કેટલો સફર થાય છે, તે જાેવાનું રહ્યું.. સામાજિક કાર્ય કરતા લોકોને પણ કોંગ્રેસ આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અજમાવવા માટે ટિકિટ આપશે. આગામી ચૂંટણીઓમાં યુવાઓને વધુ ટિકિટી આપવાની સૂચના અપાઈ છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓને રાહુલ ગાંધીએ સૂચના આપી દીધી છે. સામાજિક કાર્ય કરતા લોકોને કોંગ્રેસ ટિકીટ આપશે. સારૂ કાર્ય કરતા લોકો કોંગ્રેસ સાથે જાેડાયા ન હોય તો પણ ટીકીટ અપાશે. જેથી કોંગ્રેસમાં આ વખતે સિનિયરની સરખામણીએ યુવાઓને વધુ તક અપાશે. રાહુલ ગાંધી સાથે ગઈકાલે (ગુરુવાર) સાંજે ગુજરાત કોંગ્રેસના નેતાઓની બેઠક કરી હતી. ગુજરાત કોંગ્રેસના નેતાઓને ફઝ્રમાં રાહુલ ગાંધીએ સૂચના આપી હતી. ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓને જવાબદારી સોંપાઈ છે. જેમાં અર્જુન મોઢવાડિયાને કેમ્પઈન કમિટીના ચેરમેન બનાવાયા છે. દિપક બાબારીયાને મેનિફેસ્ટો કમિટીની જવાબદારી સોંપાઈ છે. સ્ટ્રેટેજી કમિટીના ચેરમેન તરીકે ભરતસિંહ સોંલકીની નિમણૂંક, સિદ્ધાર્થ પટેલને ઇલેકશન મેનેજમેન્ટ કમિટીની જવાબદારી સોંપાઈ છે. મીડિયા એન્ડ પબ્લિસિટીની તુષાર ચૌધરીને જવાબદારી સોંપાઈ છે. કદીર પીરઝાદાની પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશનની કામગીરી સોંપાઈ છે. પરંતુ ગુજરાત કોંગ્રેસમાં કોઈ પરિવર્તન નહીં આવે તેવા હાઈકમાન્ડે એંધાણ આપી દીધા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!