રાજકોટ જીલ્લામાં જાહેરમાં પતંગો-ઉડાડવા-લૂંટવા ઉપર પ્રતિબંધ

0

મકરસંક્રાંતિના તહેવાર દરમ્યાન પાકા સીન્થેટિક નાયલોન મટીરિયલવાળા દોરાથી પશુ-પંખીઓને થતું નુકસાન અટકાવવા, જાહેર માર્ગો ઉપર કપાયેલા પતંગો અને દોરા મેળવવા માટે વપરાતા લાંબા ઝંડા અને વાંસથી તથા અન્ય વસ્તુઓથી થતી અડચણ નિવારવા તેમજ ચાઇનીઝ તુક્કલ, લેન્ટેન કે ચાઇનીઝ લોન્ચર ગમે ત્યાં પડવાથી જાહેર જનતા, પશુ, પંખી, જાહેર/ખાનગી મિલ્કત અને પર્યાવરણને થતા નુકસાનને અટકાવવા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પી.બી. પંડયા દ્વારા નીચે મુજબના કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે. રાજકોટ શહેર પોલિસ કમિશ્નરેટની હકુમત હેઠળના વિસ્તાર સીવાયના રાજકોટ ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં કોઇ પણ વ્યકિતઓએ જાહેર રસ્તાઓ ઉપર પતંગો ઉડાડવા, પતંગો કે દોરા લુંટવા, હાથમાં વાંસ કે ઝાંખરા કે તેવા પ્રકારનાં કોઇ પણ સાધનો સાથે જાહેર માર્ગો ઉપર વાહનવ્યવહારને અવરોધ થાય અથવા અકસ્માત સર્જાય તેવી પ્રવૃત્તી ન કરવા, ટેલીફોન કે ઇલેકટ્રીક તાર ઉપર લંગર નાખવા, જાનનું જાેખમ હોય તેવા ભયજનક ધાબા ઉપર ચડીને પતંગ ઉડાડવા, મોટા અવાજમાં લાઉડસ્પીકર વગાડવા તથા પ્લાસ્ટીક/સિન્થેટીક, ચાઇનીઝ દોરાની મનાઈ ફરમાવી છે. જાન્યુઆરીમાં ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે આ તહેવારોને લઇ ફરીથી પતંગ બજારમાં ભીડ ઉમટશે અને લોકો ધાબા ઉપર સોશ્યલ ડિસ્ટન્સિંગનું ભાન ભૂલી પતંગનો મોજ માણવા અત્યારથી થનગની રહ્યા છે એને લઇને હાઇકોર્ટે સમયસર સરકારને સાવચેત કરી છે. હવે સરકાર આ મુદ્દે કેવું વલણ અપનાવે છે એ જાેવાનું રહેશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!