વૈજ્ઞાનિકોને લામા પશુમાં મળી કોરોના સંક્રમણને રોકવાની એન્ટિબોડી

0

કોરોના વાયરસના કહેરથી દુનિયાને બચાવવા માટે વૈજ્ઞાનિકો રાત દિવસ કામ કરી રહ્યા છે. તે માટે તમામ રીતેના રિસર્ચ કરવામાં આવી રહ્યા છે, જેની મારફતે દુનિયાને નવી નવી વસ્તુઓ જાણવા મળી શકે છે. એવા જ એક રિસર્ચમાં વૈજ્ઞાનિકોએ લામા પશુમાં એવી સૂક્ષ્મ એન્ટિબોડી કે નેનોબોડીની જાણકારી મેળવી છે, જે કોરોના વાયરસના સંક્રમણને રોકવામાં મદદરૂપ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે ઊંટ જેવુ દેખાતું લામા નામનું આ પશુ મુખ્યરૂપે સાઉથ આફ્રિકાના મહાદ્વીપમાં જાેવા મળે છે. જાેકે તેનું કદ ઊંટથી ઘણું નાનું છે અને તે ૫ ફૂટથી લઈને ૫ ફૂટ ૧૧ ઇંચ સુધી લાંબા હોય શકે છે. ‘સાયન્ટિફિક’ રિપોર્ટમાં પ્રકાશિત એક સ્ટડીમાં પ્રારંભિક પરિણામમાં કહેવામાં આવ્યું છે કે એમ લાગે છે કે નેનોબોડી તરલ કે એરોસોલ બંને રૂપોમાં સમાન રૂપથી અસરકારક છે એટલે કે શ્વાસથી લેવામાં તે અસરકારક સાબિત થઈ શકે છે. અમેરિકાના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સંગઠન સંસ્થા (દ્ગૈંૐ)ના સંશોધનકર્તાઓએ કહ્યું કે તેમાંથી ‘દ્ગૈંૐ-ર્ઝ્રફહહ્વ-૧૧૨’ નામની એન્ટિબોડી મળી આવી છે, જે સંક્રમણ રોકી શકે છે અને ર્ઝ્રંફૈંડ્ઢ-૧૯ સંરક્રમણ માટે જવાબદાર જીટ્ઠજિ-ર્ઝ્રફ-૨ સ્પાઈક પ્રોટીનને કાબુ કરનારા વાયરસના કણોની જાણકારી મેળવી શકે છે. યુનિફોર્મડ સર્વિસેસ યુનિવર્સિટી ફોર ધ હેલ્થ સાયન્સીસના પ્રોફેસર ડેવિડ એલ બ્રોડિએ કહ્યું હતું કે, અમને આશા છે કે તે કોરોના વિરોધી નેનોબોડી સંક્રમણને રોકવામાં ખૂબ જ અસરકારક અને મલ્ટિફંક્શનલ હોય શકે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!