એશિયાટિક સિંહોનું નિવાસસ્થાન એટલે સાસણગીર. નાતાલની રજાઓમાં ગીર અભયારણ્યમાં કુદરતી સાંનિધ્ય અને સિંહદર્શનનો નજારો માણવા મોટી સંખ્યામાં પ્રવાસી પહોંચ્યા છે. ગત માર્ચથી કોરોના લોકડાઉનને પગલે ઘરમાં રહીને કંટાળી ગયેલા બાળકો અને ગૃહિણીઓ સિંહદર્શન કરી આનંદિત થઈ ગયા હતા. ગીરમાં ઓનલાઈન બુકિંગ સુવિધા છે.
નાતાલની રજાઓએ સાસણગીરનું બુકિંગ હાઉસફુલ ચાલી રહ્યું છે. ગીર જંગલમાં કોરોના નિયમોનું ચુસ્ત પાલન કરવામાં આવી રહ્યું છે. મોટી સંખ્યામાં પ્રવાસી પહોંચતા બપોર અને સાંજની જીપ્સીની ૧૫૦ ટ્રીપનું બુકિંગ હાઉસફુલ છે. આ ઉપરાંત હોટલોમાં પણ સારી આવક થઈ રહી છે અને ગાઈડ અને અન્ય સ્થાનિકોને પણ રોજગારી મળી રહી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews