માણાવદરનાં દગડ ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટે લેતાં માતા-પુત્રનાં મોત

0

માણાવદરનાં દગડ ગામ પાસે ગઈકાલે રાત્રે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટે લઈ લેતાં માતા અને પુત્રનાં કમકમાટી ભર્યા મોત નિપજયા હતાં. આ બનાવની પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ જૂનાગઢ હાઈવે રોડ ઉપર માણાવદરનાં દગડ ગામ પાસે ગત રાત્રીનાં ૧૧ થી ૧૧.૩૦ની વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. માણાવદરનાં વાદીવાસ વિસ્તારમાં રહેતા માતા-પુત્ર પુત્રવધુને કતકપરા ગામે મુકવા ગયેલ હતાં અને ત્યાંથી બાઈક ઉપર પરત આવી રહયા હતાં ત્યારે દગડ ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈક નં. જીજે-૧૧-એઈ ૩ર૪૯ને હડફેટે લઈ લેતાં સંજયભાઈ કાનજીભાઈ ગોહેલ અને તેમનાં માતા દેવુબેન ગોહેલ રોડ ઉપર ફંગોળાઈ ગયા હતાં અને બંનેને ગંભીર ઈજા થવાથી બંનેનાં કમકમાટી ભર્યા મોત નિપજયા હતાં. આ અકસ્માત એટલો ગંભીર હતો કે બાઈકનાં પણ કટકે કટકા થઈ ગયા હતાં. જયારે અકસ્માત સર્જી અજાણ્યા વાહનનો ચાલક નાસી ગયો હતો. આ બનાવમાં પીએસઆઈ ધોકડીયાએ અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે. દરમ્યાન અકસ્માતનાં આ બનાવ અંગે સાયરભાઈ જીકુભાઈ ગોહેલ આદિવાસ માણાવદરવાળાએ અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!