કેશોદ તાલુકાના મોવાણા ગામે આવેલ ખેતરમાં રહેણાંક મકાનમાંથી જુગાર રમતા ૧૧ શખ્સો ઝડપાયા

0

જૂનાગઢ જીલ્લાનાં કેશોદ તાલુકાનાં મોવાણા ગામનાં ચંદ્રકાંતભાઈ મોહનભાઈ પટેલનાં ખેતરમાં આવેલા રહેણાંક મકાને જૂનાગઢ ક્રાઈમ બ્રાંચ દ્વારા ચોકકસ બાતમીના આધારે જુગાર અંગે દરોડો પાડવામાં આવતા ચંદ્રકાંતભાઈ મોહનભાઈ મારડીયા, મુસાભાઈ ઈસ્માઈલભાઈ જેઠવા, મહમદ આમદભાઈ પારેખ ઘાંચી, મહમદહુશેન હાસમભાઈ અવેડીયા, હારૂનભાઈ આમદભાઈ વરામ, અબુબકર સુલેમાનભાઈ બતક, ભરતભાઈ રામજીભાઈ વંશ, રાજેશભાઈ અજાભાઈ પરમાર, લખુભાઈ અરજણભાઈ નંદાણીયા, રાયમલભાઈ દેવદાનભાઈ બકોત્રા, સરમણભાઈ ખીમાભાઈ વંશ વગેરેને રોકડ રૂા.ર,૧૩,૬૪૦, નાલનાં રૂા.૭૮પ૦, મોબાઈલ નંગ-૧પ, ફોર વ્હીલ બે વગેરે મળી રૂા.૬,રર,૪૯૦નો મુદામાલ જપ્ત કરી આરોપીઓ વિરૂધ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews