જૂનાગઢમાં રહેણાંક મકાનમાં ચોરી કરનારા બે શખ્સોને એલસીબીએ ઝડપી લીધા

0

જૂનાગઢના જેલ રોડ નજીકના એપાર્ટમેન્ટમાં ચોરી કરનાર ધોરાજીના બે તસ્કરોને એલસીબીએ ઝડપી લીધા છે. મળતી વિગત મુજબ શહેરનાં જેલ રોડ પાસેનાં અલહરમ એપાર્ટમેન્ટના બંધ મકાનના તાળા તોડી રોકડ ૪૦,૦૦૦ અને સોનાના દાગીના ૧૦,૦૦૦ના મળી કુલ પ૦,૦૦૦ની કોઈ તસ્કરો ચોરી કરી ગયા હતાં. મકાન માલિક ઉનાવા મહેસાણા દર્શન કરવા ગયાને પાછળથી તસ્કરોએ હાથ ફેરો કર્યો હતો. બાદમાં રેન્જ ડીઆઈજી મનિન્દર પ્રતાપસિંહ પવાર અને એસપી રવિતેજા વાસમ શેટીની સૂચનાથી એલસીબીએ તપાસ હાથ ધરી હતી. દરમ્યાન બાતમી મળી કે, અલહરમ એપાર્ટમેન્ટમાં ચોરી કરનાર બે શખ્સો વાલીએ સોરઠ દરગાહે દર્શન કરવા આવવાના છે. બાદમાં એલસીબી ઈન્ચાર્જ પીઆઈ એચ.આઈ. ભાટી, પીએસઆઈ ડી.જી. બડવા અને સ્ટાફે વોચ ગોઠવી બંનેને ઝડપી લીધા હતાં. તપાસમાં તેમનું નામ જાવીદ સતારભાઈ મીનીવાડીયા અને રફિકમીયા અબુબકર બુખારી સૈયદ હોવાનું અને બંને ધોરાજીના હોવાનું જણાવ્યું હતું. પોલીસે બંને પાસેથી ૯,૦૦૦ રોકડા કબ્જે કર્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews