જૂનાગઢમાં સહજાનંદ સ્વીટહોમ ખાતે રહેતા રમેશભાઈ જીવણભાઈ પટેલ (ઉ.વ.૪૩)એ આ કામના આરોપી અરવીંદભાઈ મહેશસીંગ, કેતનભાઈ ઉર્ફે કાનો, મહેન્દ્રભાઈ ગોવિંદભાઈ સોલંકી અને એક અજાણ્યા શખ્સ વગેરે સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવેલ છે કે આરોપી નં.૧ અરવીંદભાઈ મહેશસીંગએ ભાણવડ તથા જામજાેધપુર સીલીંગ સેન્ટર ખાતેથી ટેન્કર નં.જીજે-૦૧-સીટી- ૯પ૭ર માં દુધ ભરી તેની સાથે દુધ પરીવહન ચલણ ટેન્કર સાંેપી જૂનાગઢ ડેરી ખાતે પહોંચાડવાનું હોય જેમાં રસ્તામાં આરોપી (૧) થી (૪)એ પુર્વ આયોજીત કાવતરૂ રચી ટેન્કર નં.જીજે-૦૧-સીટી-૯પ૭રમાંથી દુધ લીટર આશરે ૧૦,૦૦૦ કિ.ગ્રા. જેની કિ.રૂા.પ,૦૦,૦૦૦/- બારોબાર સગેવગે કરી નાંખી ઠગાઈ, વિશ્વાસઘાત કરી કરતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews