વેરાવળના ચકકી ચલાવતા યુવાન પાસેથી ૨૦ ટકા વ્યાજ વસુલવા ધમકી આપતા ગોવિંદપરાના શખ્સ સામે પોલીસ ફરીયાદ

0

વેરાવળમાં ચકકી ચલાવતા યુવાને ભાણકીની શાદી માટે પૈસાની જરૂરી ઉભી થઇ હોવાથી ગોવિંદપરાના શખ્સ પાસેથી રૂા.૧.૪૦ લાખ વ્યાજે લીધેલ જે રકમ હપ્તે ચુકવી દીધી હતી. તેમ છતાં ગોંવિદપરાનો શખ્સ ૨૦ ટકા લેખે વ્યાજ ગણી વધુ રૂા.૧.૦૭ લાખની રકમ આપવા બાબતે ફોનમાં અને રૂબરૂમાં ધમકાવી જાનથી મારી નાંખવાની ધમકી આપતો હોવા અંગે ચકકી ચલાવતા યુવાને ફરીયાદ આપતા પોલીસે ગોવિંદપરાના વ્યાજખોર શખ્સ સામે આઇપીસી અને નાણાં ધીરધારના અધિનિયમની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર વેરાવળમાં પોસ્ટ ઓફીસ રોડ ઉપર ચકકી ચલાવતો મહમદ ગુલામ હુસેન શેખને બેએક વર્ષ પહેલા ભાણકીના શાદી પ્રસંગે પૈસાની જરૂર પડતા તેના ભાઇના જાણીતા ગોવિંદપરાના અબ્દુલ રજાક સુમરા પાસેથી રૂા.૧.૪૦ લાખ વ્યાજે લીધેલ હતા. જેના બદલમાં મહમદે તેના ઇન્ડીયન બેંકના ખાતાના જુદી-જુદી રકમના ૭ ચેકો આપેલ હતા. દર મહિને રૂા.૧૨,૫૦૦ લેખે આઠ મહિના સુધી હપ્તારૂપે રૂા.૧ લાખની રકમ પરત કરી દીધી હતી. ત્યારબાદ હપ્તો ભરવાનું બધ કરી દીધેલ હતો. જેથી મહમદ અને તેનો ભાઇ ગુલામહુસેનને જલારામનગર પાસે બોલાવી અબ્દુલ સુમરાએ બંન્નેને મારવા લીધેલ ત્યારે જાફર મકરાણી વચ્ચેે પડી દર મહિને રૂા.પાંચ હજારનો હપ્તો આપવાનું નકકી કરાવી સમાધાન કરાવેલ હતુ. જેથી છ મહિના સુધી હપ્તો આપી કુલ રૂા.૩૦ હજાર જમા કરાવેલ હતા. ત્યારબાદ પૈસા ન હોવાથી હપ્તો આપવાનું બંધ કરી દેતા અબ્દુલ સુમરા ચકકીએ આવી જેમ તેમ ભુંડી ગાળો કાઢી ધમકીઓ આપતો હતો. જેથી વધુ રૂા.૩ હજાર રજાકના સાળાને આપેલ હતા. ત્યારબાદ રજાક તેની પત્ની સાથે ચકકીએ આવી તે હજુ સુધી રૂા.૧.૩૩ લાખ જ આપેલ હોય ૨૦ ટકા લેખે વ્યાજ ગણી વધુ રૂા.૧.૦૭ લાખ આપવાનું કહી હુમલો કરેલ હતો. બાદમાં રજાકે ફોનમાં ભુંડી ગાળો કાઢી જાનથી મારી નાંખવાની ધમકી આપેલ હતી. ઉપરોકત વિગતો સાથે ચકકી ચલાવતા મહમદ ગુલામ હુસેન શેખે ગોવિંદપરાના અબ્દુલ રજાક સુમરા સામે ફરીયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ ૩૮૬, ૫૦૪, ૫૦૬(૨), ૫૦૭ અને ગુજરાત નાણા ધીરઘાર કરનારા અધિનિયમનની કલમ ૫, ૩૩, ૪૨ (એ,બી) મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!