સોમનાથ સાંનિધ્યે અને જીઆઇડીસીમાં જાહેરમાં બિભત્સ ચેનચાળા કરતા બે શખ્સોને ઝડપી લેવાયા

0

સોમનાથ સાંનિધ્યે અને જીઆઇડીસીમાં જાહેરમાં બિભત્સ ચેનચાળા કરવા બદલ પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન બે યુવકોને ઝડપી લઇ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. યાત્રાધામ નગરીમાંથી રોમીયોગીરીની પ્રવૃતિને ડામી દેવા પોલીસ કટીબધ્ધ હોય તેમ એક જ દિવસમાં રોમીયોગીરી કરતા બે શખ્સોને ઝડપી લઇ પોલીસે કડક સંદેશ આપ્યો છે. પોલીસમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ગઇકાલે સાંજના સમયે સોમનાથ સાંનિધ્યે વેણેશ્વર મંદિર રોડ ઉપર નિકળતી મહિલાઓ સામે બાઇક ઉપર બેસી જાહેરમાં બિભત્સ ઇશારા ચેનચાળા કરી રહેલ કાનજી ભીમા ચુડાસમા (રહે. પ્રભાસપાટણવાળા)ને ઝડપી લીધેલ હતો. જયારે બીજા શખ્સને જીઆઇડીસીની કંપનીઓમાં કામ કરતી મહિલાઓના સાંજના છુટવાના સમયે કેસ્ટ્રલોક કંપનીની પાછળના રોડ ઉપર બાઇક ઉપર બેસી જાહેરમાં બિભત્સ ઇશારા ચેનચાળા કરી રહેલ દિપક નાનજી ચુડાસમા (રહે. આંબેડકરનગરવાળા)ને ઝડપી લીધેલ હતો. બંન્ને શખ્સો સામે જીપીએકટ ૧૧૦, ૧૧૭ મુજબ ગુનો નોંધી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.
અત્રે નોંધનીય છે કે, છેલ્લા ઘણા સમયથી વેરાવળ શહેરના જીઆઇડીસી સહિત જયાંથી મહિલા-યુવતિઓની કાયમી અવરજવર રહે છે તેવા સ્થળોએ અસામાજીક તત્વો રોમીયોગીરી કરતા હોવાની રાવ અનેકવાર સામાજીક કાર્યકરો પોલીસ તંત્રને કરી રહયા હતા. જેને લઇ પોલીસે પણ પેટ્રોલીંગ વધારતા જ એક દિવસમાં રોમીયોગીરી કરતા બે શખ્સોને ઝડપી લઇ પ્રભાસપાટણ પોલીસે રોમીયોગીરી પ્રવૃતિને ડામી દેવા કટીબધ્ધ હોવાનો પરચો બતાવ્યો હોવાનું જાણકારો જણાવી રહેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews