વેરાવળના રહેવાસીએ રાજકોટ જવા માટે એસટી બસની ટીકીટ જીએસઆરટીસીની વેબસાઇટ મારફત ઓનલાઇન બુકિંગ કરાવેલ હતી પરંતુ ટીકીટ બુક હોવા છતાં બસ વેરાવળ ડેપોમાં ન આવતા દોઢેક કલાક સુધી રાહ જાેયા બાદ ફરજીયાત બીજી બસમાં જવાનો પ્રવાસીને વારો આવેલ હતો.
આ અંગે પ્રાપ્ત માહીતી મુજબ વેરાવળમાં બાયપાસ પાસે આવેલ સોસાયટી વિસ્તારમાં રહેતા ગોવિંદભાઇ રામે તેમના કાકાને રાજકોટ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવા માટે રાજય સરકારની એસટી બસની જીએસઆરટીસીની વેબસાઇટ ઉપરથી ગુર્જરનગરી બસ દિવ-રાજકોટ માં ત્રણ ટીકીટ બુકિંગ કરાવેલ હતી. આ બસ વેરાવળ બસ સ્ટેન્ડથી તા.ર૩ ના રાજકોટ જવા માટે સવારે ૬-૪પ ની ઓનલાઇન ટીકીટ હોવાથી ૬-૩૦ વાગ્યે બસ સ્ટેન્ડે પહોંચેલ પરંતુ દોઢેક કલાક રાહ જાેયા બાદ બસ બંધ હોવાનું તેઓએ પુછપરછ કરતા જાણવા મળેલ હતું.
આ બાબતે ગોવિંદભાઇ રામે જણાવેલ કે, મારા કાકાને રાજકોટ હોસ્પીટલમાં સારવાર અર્થે લઇ જવા માટે તા.ર૩ ના રોજ ડોક્ટરની એપોઇમેન્ટ લીધી હતી જેથી ૧૧ વાગ્યે રાજકોટ પહોંચવાનું હોવાથી વેરાવળ બસ સ્ટેન્ડ ખાતેથી સવારે ૬-૩૦ વાગ્યે પહોંચેલ જયારે ટીકટ બારીએ પુછ્યું તો બસ હમણાં આવે તેમ કહી દોઢેક કલાક બેસાડી રાખેલ ત્યારબાદ ફરી પુછવા ગયા તો જણાવેલ કે, બસ ચોપડામાં બોલતી નથી જેથી આ બસ હવે નહીં આવે જેથી નિરાશ થઇ ફરજીયાત બીજી બસમાં સફર માટે જવુ પડેલ હતુ. આક્રોશભેર ગોવિંદભાઇ રામે જણાવેલ કે, સરકારની ડીજીટલ સેવાનો લાભ લઇ બુકીંગ કરાવવાનો કડવા અનુભવ થયેલ હતો.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews