ડુંગળીની આયાત બંધ કરવા અને નિકાસ ચાલું કરવા ખેડૂત હિત રક્ષક સમિતિની માંગ

0

દેશના ખેડૂતોએ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, તામીલનાડુ, ગુજરાત તથા અન્ય ઘણા રાજયોમાં ડુંગળીનું મોટા પ્રમાણમાં વાવેતર કરેલ છે અને હવે આ ડુંગળી અત્યારે બજારમાં આવવાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે જ ભારત સરકારે ડુંગળીની નિકાસ બંધ કરી છે અને ઈઝરાયલ તેમજ તુર્કીમાંથી ડુંગળીની આયાત શરૂ કરેલ છે, જેનાં કારણે ડુંગળીનાં ભાવ સતત નીચા જઈ રહ્યા છે અને ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહ્યા નથી અને મોટા સંગ્રહખોરો ડુંગળીનો સંગ્રહ કરશે. ત્યારબાદ ખેડૂતોની ડુંગળી જયારે વેંચાઈ જશે ત્યારે સંગ્રહખોરો પોતાની શકિતનો ઉપયોગ કરી નિકાસ ચાલું કરાવશે અને પોતે ઉંચા ભાવે ડુંગળી વહેંચી મોટી નફાખોરી કરશે. આવી નીતિનાં કારણે ખેડૂતોની આવક કોઈપણ સંજાેગોમાં બમણી થઈ ના શકે. ત્યારે તાત્કાલીક નિકાસ ચાલું કરવા આયાત બંધ કરવા કોઈપણ જાતનો વિલંબ કર્યા વગર જરૂરી પી.એમ.ઓ. કક્ષાએ આદેશ થાય એવી ખેડૂત હિત રક્ષક સમિતિમાં કન્વીનર અતુલ શેખડાએ વડાપ્રધાનને પત્ર પાઠવી રજૂઆત કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!