એબીવીપીમાં જૂનાગઢના નિખીલભાઈ મેઠીયાની રાષ્ટ્રીય સંયોજક તરીકે વરણી

0

નાગપુર, મહારાષ્ટ્ર ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું રાષ્ટ્રીય અધિવેશન સંપન્ન થયું હતું જેમાં દેશની વર્તમાન શૈક્ષણિક, સામાજિક અને પર્યાવરણીય પરિસ્થિતિ ઉપર ભાષણ સત્રો થયા તથા આ વિષયો ઉપર પ્રસ્તાવો પારીત થયા. આ રાષ્ટ્રીય અધિવેશનમાં એબીવીપીની રાષ્ટ્રીય કારોબારીની સંગઠનાત્મક રીતે ઘોષણાઓ કરવામાં આવી જેમાં જૂનાગઢનાં જ કાર્યકર્તા નિખિલભાઈ મેઠીયાની સવિષ્કાર આયામનાં રાષ્ટ્રીય સંયોજક તરીકે ઘોષણા કરવામાં આવી હતી. સવિષ્કાર આયામ એ દેશની આર્થિક ગતિવિધિને વેગ આપતુ એબીવીપીનું આયામ છે જેમાં નોકરી મેળવવા માટે નહિ વિદ્યાર્થી નોકરી આપી શકે એવા વ્યકતિત્વનુ નિર્માણ કરી રહયુ છે ત્યારે જૂનાગઢના વિદ્યાર્થીઓને ગર્વ થાય કે મુળ જુનાગઢથી એબીવીપીની શરૂઆત કરેલા એવા કાર્યકર્તા હવે રાષ્ટ્રીય સ્તરે જવાબદારી વહન કરી રહ્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews