દિલ્હી નજીક સિંધુ બોર્ડર ખાતે દેખાવો કરી રહેલા ખેડૂતો પ્રત્યે પોતાની એકતા દર્શાવવા કેરળ ખેડૂત એસોસિએશને મફતમાં ધરતીપુત્રો માટે ૧૬ ટન પાઈનેપલ ટ્રક મારફત રાષ્ટ્રીય રાજધાની મોકલ્યા હતા. ૧૬ પાઈનેપલ અને તેને દિલ્હી પહોંચાડવા માટેનો સંપૂર્ણ ખર્ચ કેરળ પાઈનેપલ ફાર્મર્સ એસોસિએશન દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો, એમ સંગઠનના નેતા જેમ્સ થોટ્ટુમેરિયલે જણાવ્યું હતું. રાજ્યના કૃષિ મંત્રી વી.એસ.સુનિલ કુમારે પાઈનેપલ સીટી તરીકે જાણીતા શહેર વાઝાખુલમ ખાતેથી આ જથ્થાંને લીલી ઝંડી બતાવી રવાનો કર્યો હતો. આ ટ્રક સોમવાર સાંજ સુધી દિલ્હી પહોંચી જાય તેવી શકયતા છે. એસોસિએશનના નેતાએ જણાવ્યું હતું કે, કેરળના સાંસદ ડીન કુરિયાકોસે અને કે.કે. રાગેશ તેમજ દિલ્હી ગુરૂદ્વારાના સભ્ય હરભજનસિંહ આંદોલન કરી રહેલા ખેડૂતો વચ્ચે પાઈનેપલના આ જથ્થાંનું વિતરણ કરશે. તેમણે જણાવ્યું હતું કે, ભારતના ઈતિહાસમાં પ્રથમ વખત ખેડૂતો આ રીતે પોતાના અધિકારો માટે લડત ચલાવી રહ્યાં છે માટે તેમને ટેકો આપવા તેમને ૧૬ ટન પાઈનેપલ પહોંચાડી રહ્યાં છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews