અમદાવાદ : સાયન્સ સિટીમાં ગ્લોબલ રોબોટિક ગેલેરી અને દેશનું સૌથી મોટું એક્વેરિયમ બનશે

0

અમદાવાદની સાયન્સ સિટીમાં વિવિધ પ્રકારના પ્રકલ્પો ઉમેરાતા દેશભર માટે એક નજરાણું બની રહેવા તરફ આગળ વધી રહેલ છે. સાયન્સ સિટીમાં હવે આગામી દિવસોમાં દેશનું સૌથી મોટું એક્વેરિયમ અને ગ્લોબલ રોબોટિક ગેલેરી આકાર પામશે. સાયન્સ સિટી ખાતે આ ઉપરાંત અન્ય પ્રકલ્પોનું પણ કામ ચાલી રહ્યું હોઈ મુખ્યમંત્રી રૂપાણીએ સાયન્સ સિટીની મુલાકાત લઈ કામગીરીની પ્રગતિ નિહાળી હતી. આ સમયે મુખ્યમંત્રીએ ગુજરાતનો વિકાસ, વિરાસત અને આધુનિક વિજ્ઞાનના પાયા ઉપર થઈ રહ્યો હોવાનું જણાવતા કહ્યું હતું કે, રાજ્યમાં ચાર સ્થળોએ પ્રાદેશિક મ્યુઝિયમ તથા દરેક જિલ્લામાં વિજ્ઞાન કેન્દ્રો વિકસાવવામાં આવી રહ્યા છે. ગુજરાત એજ્યુકેશન હબ બને તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે અને તેથી જ આપણે નોલેજ કોરિડોર પણ વિકસાવી રહ્યા છીએ. એમ જણાવતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, સાયન્સ સિટીના અદ્યતન પ્રકલ્પોના માધ્યમથી રાજ્યના બાળકો વિજ્ઞાનની દુનિયામાં ગળાડૂબ બને તે માટે રાજ્ય સરકારે પ્રયાસો હાથ ધર્યા છે. સરકારના સાયન્સ ટેકનોલોજી વિભાગ દ્વારા આ દિશામાં થઈ રહેલી કામગીરીની રૂપરેખા આપતાં જણાવ્યું હતું કે, સાયન્સ સિટીમાં ટૂંક સમયમાં જ ગ્લોબલ રોબોટિક ગેલેરી તેમજ દેશનું સૌથી મોટું એક્વેરિયમ પણ આકાર પામવા જઈ રહ્યું છે, જેને પગલે રાજ્યના બાળકો વિજ્ઞાનની દુનિયામાં ઓતપ્રોત થઈ શકશે. મુખ્યમંત્રીએ રોબોટિક ગેલેરીમાં રોબોઝીયમ, રિસર્ચ એન્ડ રેસ્કયૂમાં રોબોટિકની ભૂમિકા, મેડિકલ અને આરોગ્યક્ષેત્રમાં રોબોટિક પર્ફોર્મન્સને પ્રત્યક્ષ નિહાળ્યું હતું મુખ્યમંત્રીએ કહ્યુ કે, રાજ્યના વિકાસના પાયામાં પર્યાવરણના જતનનો પણ ખ્યાલ રાખ્યો છે અને એટલે જ મોઢેરામાં સોલાર સિટીનું આયોજન હાથ ધર્યું છે. મુખ્યમંત્રી સ્પષ્ટપણે કહ્યું કે, રાજ્યની ભાવિ પેઢી વિજ્ઞાન અને ટેકનોલોજીના સહારે વિકાસ સાધી વિશ્વની બરોબરી કરવા સજજ બને તે માટે રાજ્યના દરેક જિલ્લામાં વિજ્ઞાન કેન્દ્રો અને ચાર સ્થળોએ પ્રાદેશિક મ્યુઝીયમ વિકસાવવામાં આવી રહ્યા છે. સાયન્સ સિટીમાં તૈયાર થઇ રહેલ અને પ્રગતિમાં રહેલ મ્યુઝિકલ ફાઉન્ટેન, નવા થિયેટર, પ્લેનેટ અર્થ વિભાગ, એનર્જી પાર્ક, લાઈફ સાયન્સ વિભાગ અંગેની જાણકારી મુખ્યમંત્રીને અપાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, સાયન્સ સિટીમાં તૈયાર થનારા એક્વેરિયમમાં ૧૮૪ જાતની માછલીઓ હશે. એક્વેરિયમમાં કુલ ૧૧ હજાર ૭૦૦ માછલીઓ રખાશે. જેમાં ૬૮ ટેન્ક હશે અને આખુ એક્વેરિયમ ફરીને જાેવામાં બે કલાકનો સમય લાગે તેટલો વિશાળ હશે.
રોબોટે મુખ્યમંત્રીને આવકારવા સાથે લયબદ્ધ ડાન્સ પણ કર્યો !
મુખ્યમંત્રી રૂપાણીએ અમદાવાદ સાયન્સ સિટી ખાતે નિર્માણાધિન સાયન્સ ગેલેરીમાં અન્ડરવોટર વોક-વે ટનલની પણ મુલાકાત લીધી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીને રિસેપ્શન ખાતે યંત્રમાનવ (રોબોટ) દ્વારા આવકારવામાં આવ્યા હતા. સાયન્સ સિટીમાં તેઓએ યંત્રમાનવ દ્વારા રજૂ કરાયેલું લયબદ્ધ નૃત્ય નિહાળ્યું હતું. ઉપરાંત મુખ્યમંત્રીને ગેલેરી ખાતેના યંત્રમાનવે (રોબોટ) સ્વાદિષ્ટ પાસ્તા રાંધીને પિરસ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!