દ્વારકા ખાતે નાતાલના મીની વેકેશન દરમ્યાન હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડયા અને ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવેલ હતી. આ ઉપરાંત દ્વારકાની પુણ્ય સલીલા ગોમતી નદીમાં સ્નાનનું વિશેષ મહત્વ હોવાથી હજારોની સંખ્યામાં ભાવિકોએ ગોમતી સ્નાન કરી પૂણ્યનું ભાથું બાંધેલ. હાલમાં કોરોનાની મહામારીને લીધે વહીવટીતંત્ર દ્વાર પણ સુચારૂ આયોજન કરવામાં આવેલ અને બહાર આવતા ભાવિકોને માસ્ક તથા સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરાવવા માટે વહીવટીતંત્રએ કમર કસી હતી. નાતાલના મીની વેકેશન દરમ્યાન દ્વારકાની હોટેલ, ગેસ્ટહાઉસ, ધર્મશાળાઓ, અતિથિગૃહોમાં લાંબા સમયની મંદી બાદ થોડા ઘણા અંશે ટ્રાફિક જાેવા મળેલ. આ ઉપરાંત શહેરનાં રેસ્ટોરન્ટ, નાસ્તાગૃહોમાં પણ મોડીરાત્રી સુધી યાત્રિકોનો લાઈનમાં વારો આવતો હતો. યાત્રિકોની ભીડને અનુલક્ષીને શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવો ન બને અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ બરકરાર રહે તે માટે જીલ્લા પોલીસવડાના માર્ગદર્શન હેઠળ દ્વારકા પીએસઆઈએ સઘન વ્યવસ્થા ગોઠવેલ. જેમાં ટ્રાફિક નિયમન માટે શહેરનાં મુખ્ય વિસ્તારો રીલાયન્સ રોડ, ગોમતીઘાટ, જાેધા માણેક રોડ, તીનબત્તી ચોક, શાકમાર્કેટ ચોક, ઈસ્કોન ગેટ સહિતના વિસ્તારોમાં ટ્રાફિક પોઈન્ટ મુકવામાં આવેલ હતા.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews