ભાવનગર યુનિવર્સિટીના અધ્યાપક દ્વારા કર્ણાટક અને આસામના શિક્ષકો અને માસ્ટર ટ્રેઈનરને ઓનલાઈન શિક્ષણ અંગે તાલીમ અપાઈ

0

ભાવનગર યુનિ.ના અધ્યાપક દિલીપ બારડ દ્વારા કર્ણાટક યુનિ.ના શિક્ષકો અને આસામના માસ્ટર ટ્રેઇનરને ઓનલાઈન શિક્ષણ અંગે તાલીમ આપવામાં આવી હતી. છેલ્લા દસ મહિનાથી કોરોના મહામારીના કારણે શૈક્ષણિક પ્રવૃત્તિ ટેકનોલોજીના માધ્યમથી કાર્યરત છે તેવા સંજાેગોમાંમાં સમગ્ર ભારતના શિક્ષકોમાં ઓનલાઈન શિક્ષણ અંગે તાલીમ બાબતે અનેરી જાગરૂકતા જાેવા મળી રહી છે. આ આપદામાં પણ સકારાત્મક દ્રષ્ટિકોણથી તેને અવસરમાં બદલી ઘણાં શિક્ષકો નવી શિક્ષણ પ્રણાલી અંગે શિક્ષકોને તાલીમબદ્ધ કરવા માટે આગળ આવ્યા છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના વિનયન વિદ્યાશાખાના ડિન અને અંગ્રેજી ભવનના અધ્યક્ષ પ્રો. દિલીપ બારડ દ્વારા કર્ણાટક યુનિવર્સિટીના શિક્ષકો તેમજ આસામ એસસીઈ આર ટીના માસ્ટર ટ્રેઈનરને ટેકનોલોજીના નવ્ય ઉપયોગ અંગે તાલીમબદ્ધ કરવામાં આવ્યા હતા. ધારવાડ સ્થિત કર્ણાટક યુનિવર્સિટી ને દ્ગછછઝ્ર દ્વારા છ ગ્રેડ પ્રમાણિત કરવામાં આવેલ છે. તેના આઈક્યુએ સેલ દ્વારા દિલીપ બારડને યુનિવર્સિટીના શિક્ષકોને તાલીમ માટે આમંત્રિત કરવામાં આવેલ અને સમગ્ર તાલીમના ત્રણ દિવસમાં રીમોટ ઓનલાઈન ર્વિકશોપના માધ્યમથી આપવામાં આવેલ હતી. તે જ રીતે ભારતના પૂર્વી રાજ્ય આસામમાં પણ શિક્ષકોને ઓનલાઈન શિક્ષણ માટે સજ્જ કરવામાં આવેલ હતા. સ્ટેટ કઉન્સિલ ઓફ એજયુકેશનલ રીસર્ચ એન્ડ ટ્રેઈનિંગ, આસામ દ્વારા રાજ્યના શિક્ષકોને ટેકનોલોજીના નવ્ય ઉપયોગ દ્વારા વિદ્યાર્થીઓ ને અભ્યાસ સાથે સંકળાયેલા રાખવા અંગે ખાસ તાલીમ માટે ડો. દિલીપ બારડને આમંત્રિત કરવામાં આવેલ હતા. હાલની પરિસ્થિતિમાં, ઓનલાઈન શિક્ષણમાં સૌથી મોટી સમસ્યા એટલે વિદ્યાર્થીઓને એક્ટિવ લર્નિંગમાં સાંકળી રાખવા તે છે. દિલીપ બારડ દ્વારા સાત દિવસના ઓનલાઈન રિમોટ વર્કશોપ દ્વારા આસામના શિક્ષકોને આ મહત્વના મુદ્દે તાલીમ આપવામાં આવી હતી. આ બાબત ગુજરાત રાજ્ય માટે ગૌરવપ્રદ ઘટના છે. પ્રો. બારડ આ પહેલા ચેન્નાઇ, મેઘાલય, મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોના શિક્ષકોને પણ તાલીમ આપી ચુક્યા છે. ગુજરાત રાજ્ય સરકારની યુનિવર્સિટીના અધ્યાપક આ રીતે અન્ય રાજ્યોના શિક્ષકોને ટેકનોલોજીના ઉપયોગથી ઓનલાઈન શિક્ષણમાં તાલીમબદ્ધ કરે તે સમગ્ર રાજ્ય અને શિક્ષણ આલમ માટે ગૌરવપ્રદ ઘટના છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!